150 ફૂટ રીંગ રોડના સર્વિસ રોડ પર દબાણ કરનારા ઉપર તંત્ર તૂટી પડશે

દબાણ મુક્ત શહેર બનાવવા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલનો એક્શન પ્લાન

વાહનો તેમજ અન્ય દબાણો પકડાયે ભારે દંડ વસુલવા સફાઈ ઝુંબેશ શરૂ

રાજકોટ શહેરના મોટાભાગના રોડ રસ્તા પર વાહનો તેમ જ રેકડી કેબીન સહિતના દબાણો વર્ષોથી થયેલા જોવાઈ રહ્યા છે. મહાનગરપાલિકાના જગ્યા રોકાણ વિભાગ દ્વારા રેગ્યુલર દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવા હોવા છતા મોટાભાગના દબાણો યથાવત રહેતા સ્ટેડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે દબાણ હટાવવા માટે સ્પેશ્યલ એક્સન પ્લાન તૈયાર કરી 48 રાજ માર્ગો ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે.
મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન
પુષ્કરભાઈ પટેલે જણાવેલ કે રાજકોટ શહેરમાં કાસ કરીને મુખ્ય માર્ગો ઉપર વાહનો તેમજ રેકડી કેબીન પાથરણાવાળા સહિતના દબાણો વર્ષોથી યથાવત રહ્યા છે. જગ્યા રોકાણ વિભાગની ટીમ દબાણ હટાવવા પહોંચે તે પહેલા આલોકો આજુ બાજુની ગલીઓમાં નાશી જતા હોય છે. અને જગ્યા રોકાણ વિભાગની ટીમ પરત ફરે એટલે ફરીવખત દબાણો થઈ જતા હોય છે. જેના અનેક કારણો જાણવા મળ્યા હોય છે. પરંતુ વ્યેવસ્થીત દબાણો દુર થયા બાદ ફરી એજ સ્થાન ઉપર દબાણો ન થાય તે સહિતનો એક્સન પ્લાન્ટ તૈયાર કરાવમાં આવ્યો છે. દરરોજ અલગ-અલગ રાજ માર્ગો ઉપર જગ્યા રોકાણની ત્રણ ટીમો દ્વારા હલ્લા બોલ કરવામાં આવશે એક વખત દબાણો દુર થયા બાદ એક ટીમ સ્થળ ઉપરથી રવાના થતા જ તુરંત બીજી ટીમ સ્થળ ઉપર ચેક કરવા પહોંચશે ત્યાર બાદ દર એક કલાકે આ સ્થળ ઉપર ચેકીંગ કરવામાં આવશે પ્રથમ 48 રાજ માર્ગો ઉપર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે 150 ફુટ રીંગ રોડના સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ઉપર થયેલા દબાણો દુર કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ચેરમેને વધુમાં જણાવેલ કે 150 ફુટ રીંગ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે રેતીના ડમ્પર અને રીક્ષાવાળાઓ સર્વિસરોડ ઉપર અડીંગો જમાવીને પડ્યા પાથરીયા રહેતા હોવાની ફરીયાદો આવતા સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ખુલ્લા કરવા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને વાહનો વિરુધ્ધ શખ્તકાર્યવાહી હાથ ધરી મોટો દંડ વાહન દિઠ ફટકારવામાં આવશે તેમજ 150 ફુટ રીંગ રોડ પર સર્કલોમાં ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા દ્વારા સતત સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ઉપર વોચ રાખવામાં આવશે જેના આધારે
વારંવાર ચેકીંગ હાથ ધરી દબાણ કર્તા ઓ વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.

કારમેળાવાળા સાવધાન
150 ફુટ રીંગ રોડ ઉપર સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ખુલ્લો કરવા મહાનગરપાલિકાએ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ખાસ કરીને રીંગ રોડ ઉપર આવેલા અનેક કારમેળાના સંચાલકો સર્વિસ રોડ ઉપર ફોર વ્હીલના થપ્પા લગાવી દેતા હોય છે. અગાઉ મ્યુનિસીપલ કમિશ્ર્નર વિજય નહેરાએ સ્પેશ્યલ ઝુંબેશ હાથ ધરી સર્વિસ રોડ ઉપર કાર રાખનાર સંચાલકને ભારે દંડ ફટકારવાનું શરૂ કર્યું હતું. પરિણામે આજ સુધી કારમેળાના સંચાલકોએ કાર પાર્ક કરવાની ભુલ કરી ન હતી. પરંતુ કોરોના કાળ દરમ્યાન રેઢુ પડ ભારી જતા ફરીવખત સર્વિસ રોડ ઉપર કાર મેળાવાળાએ કબ્જો કરી લીધો હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. આથી આગામી દિવસોમાં સર્વિસ રોડ ઉપર પાર્ક થયેલ કાર પકડાશે તો મોટો દંડ વસુલવાની તૈયારી તંત્રએ આરંભી છે.

ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવો ઘાટ જોતા લોકો
રાજકોટના રાજ માર્ગો ઉપર આવેલા દબાણો વર્ષોથી દુર થતા નથી તેનું એક કારણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને મહાનગરપાલિકાના અમુક કર્મચારીઓ પાસેથી જાણવા મળેલ જે મુજબ જગ્યારોકાણ વિભાગની ટીમ કોઈપણ સ્થળે ત્રાટકવા જાય તે પહેલા દબાણ કર્તાઓને તેની જાણ કરી દેવામાં આવે છે. તંત્રના જ અમુક ફુટેલા કર્મચારીઓ અગાઉથી જાણ કરી દેતા હોય ટીમ સ્થળ ઉપર પહોંચે ત્યારે મેદાન ખાલી જોવા મળતું હોય છે. ત્યાર બાદ ફરી વખત દબણ થઈ જાય છે. આથી જગ્યા રોકાણ વિભાગ તેમજ અન્ય વિભાગમાં સાફસફાઈ કરવાની જરૂર છે. આ પ્રકારના હપ્તાબાજ કર્મચારીઓ જ્યા સુધી ટીમમાં હશે ત્યાં સુધી રાજકોટના દબાણો દુર નહીં થાય.

રિલેટેડ ન્યૂઝ