15 દિ’માં ગાંધી મ્યુઝીયમની મુલાકાત લેતા 2500 પ્રવાસી

રાજકોટમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમના માધ્યમથી ગાંધીજીના મૂલ્યો, સિધ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ વિશ્વના ફલક ઉપર વિસ્તરી રહ્યા છે. પૂ. બાપુને સાચી શ્રધ્ધાંજલિ રૂૂપે આ મ્યુઝિયમ એક અનોખી અને ઐતિહાસિક પહેલ બની રહી છે. પૂજ્ય બાપુએ જ્યાં અભ્યાસ કર્યો છે તે આલ્ફ્રેડ હાઈસ્કુલમાં બનેલા આ મ્યુઝીયમની દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. જેમાં છેલ્લા પંદર દિવસમાં કુલ 2600 જેટલા મુલાકાતીઓએ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી.
છેલ્લા પંદર દિવસમાં જુદા જુદા દેશના 05 મુલાકાતીઓ તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના 2052 અને 536 બાળકો એમ કુલ મળીને 2600થી વધુ
પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાતીઓનું અન્ય એક ગુપ પણ સામેલ છે. જે તા.24-11-2021ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટની જીલ્લા શિક્ષણ તાલીમ કોલેજ, રાજકોટની કુલ 60 વિદ્યાર્થીનીઓ દ્વારામુલાકાત લેવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતો અંગેની માહિતી મેળવી અભિભુત થયા હતા.
ગાંધી મ્યુઝીયમ ખાતે આવતા મુલાકાતીઓ માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 10/- રૂ., 12
વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીમાં માટે 25/- રૂ. અને ફોરેનના મુલાકાતીમાં માટે 400/-રૂ. વિઝિટ ફી રાખવામાં આવી છે. ગાંધી મ્યુઝીયમની મુલાકાતનો સમય સવારે 10:00 થી સાંજના 06:00 સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર સોમવારે મ્યુઝીયમ બંધ રાખવામાં આવે છે.
મ્યુઝીયમ ખાતે ગાંધીજીના જીવન ચરિત્ર અને સિદ્ધાંતો પર આધારિત કલા કૃતિઓ રાખવામાં આવી છે. વધુમાં મુલાકાતીઓ માટે લાઈબ્રેરી અને કેન્ટીનની પણ વ્યવસ્થા
રાખવમાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ