હૃદયરોગના દર્દીઓ માટે કિ હોલ કાર્ડીયાક સર્જરી વરદાન સ્વરૂપ: ડો. દિવ્યેશ રાઠોડ

ઓપન બાયપાસ સર્જરીની તુલનામા મિનિમલ ઇન્વેસીવ બાયપાસ સર્જરી દર્દી માટે યોગ્ય તથા ફાયદાકારક

તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલમાં એક 68 વર્ષીય હૃદય રોગના દર્દી સારવાર માટે આવેલ હતો. આ દર્દીના હૃદયની ત્રણેય નળીઓ બ્લોક હતી અને દર્દીનુ હદવ ખુબ નબળુ હતુ તેથી તેઓને બાયપાસ સર્જરી માટે સલાહ આપવામાં આવેલ હતી.આ દર્દીની સારવાર વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત કેન્સટન્ટ કાર્ડીયો થોરાસિક અને વાસ્કયુલર સર્જન ડો.દિવ્યેશ રાઠોડ ના દેખરેખ હેઠળ ચાલતી હતી અને ડો.દિવ્યેશ રાઠોડ દ્વારા દર્દીના સગાને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી જેમાં કિ હોલ બાયપાસ અને ઓપન બાયપાસ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.
ડો.દિવ્યેશ રાઠોડ ના જણાવ્યા મુજબ દર્દીના સગાએ કિ હોલ સર્જરી કરાવવા માટે સહમતી આપી ત્યારબાદ દર્દીના જરૂૂરી રીપોર્ટસ કરી અને સફળતા પૂર્વક
ઓપરેશન કરવામાં આવ્યુ.આ સફળ ઓપરેશન બાદ દર્દીને ત્રીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ડો.દિવ્યેશ રાઠોડે કિ હોલ સર્જરીની માહિતી આપતા જણાવેલ હતુ કે કાર્ડીયાક કેરમાં એડવાન્સ
ટેકનિક જેને બીજા શબ્દોમાં કિહોલ સર્જરી કહેવામાં આવે છે.પરંપરાગત શસ્ત્રક્રિયા માટે જરૂૂરી 20 સે.મી.નો ચિરો કરવામાં આવતો હોય છે જયારે આ રાજરીમાં હાડકુ કાપ્યા વગર 4 થી 5 સેન્ટીમીટરના ચીરા સાથેવિશિષ્ટ સર્જીકલ સાધનોની મદદથી બાયપાસ તથા વાલ્વ જેવી જટીલ સર્જરી કરવામાં આવે છે.મિનિમલ ઈન્વેસિવ કાર્ડીયાક સર્જરીમાં હાર્ટ સર્જન ઓપન હાર્ટ સર્જરી કરતા સમયે હૃદયના કેટલાક ભાગોને વધુ સારી
રીતે જોઈ શકે છે.મિનિમલ ઈન્વેસીવ કાર્ડીયાક સર્જરી (એમ.આઈ.સી.એસ) ચલણમાં આવ્યા પહેલા હાર્ટ વાલ્વ રિપેર અથવા રિપ્લેસમેન્ટ વગેરે જેવી સર્જરીઓ માટે ઓપન સર્જરી એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ હતો.
ડો.દિવ્યેશ રાઠોડના જણાવ્યા મુજબ હૃયરોગના તમામ દર્દીઓને આક્રામક સર્જરીની જરૂૂર હોતી નથી. સર્જન ડાયગ્નોસ્ટિક પરિક્ષાના પરિણામોને ધ્યાનમાં લઈ અને મિનિલમ ઈન્વેસીવ બાયપાસ સર્જરી યોગ્ય છે કે કેમ તે કિક કરતા હોય છે.સર્જીકલ ટીમ પરંપરાગત સર્જરી અને આધુનિક સર્જરીના ફાયદા અને ગેરફાયદાની કાળજીપૂર્વક તલના કર્યા બાદ જ સર્જરી કરે તે જ યોગ્ય છે.
એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં તમામ
પ્રકારની સારવાર માટે તથા ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ માટે ચોકકસ અને સચોટ નિદાન માટે અધિ આધુનિક પધ્ધતિ દ્વારા સારવાર અને નિષ્ણાંત તબીબો ટીમ 24 કલાક હાજર છે.

રિલેટેડ ન્યૂઝ