હું સારો દીકરો ન બની શકયો તેવી સ્યુસાઈડ નોટ લખી મિકેનિકલ એન્જિનિયરનો આપઘાત

રાજકોટમાં 15 દિવસ પહેલાં જ નોકરી અર્થે આવેલા સુરેન્દ્રનગરના યુવાને જીવન લીલા સંકેલી લીધી

ગળા ફાંસો ખાઈ પુત્રએ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત : કારણ જાણવા તપાસ શરૂ

રાજકોટમાં 15 દિવસ પૂર્વે નોકરી અર્થે આવેલા યુવા મીકેનીકલ એન્જિનીયરે હું સારો દિકરો ન બની શકયો તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.
યુવાનના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ રાજકોટમાં આકાશવાણી ચોક પાસે પેરેમાઉન્ટ પાર્કમાં પીજીમાં રહી ઈન્દિરા સર્કલ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા હર્ષદ જમનભાઈ કંજરીયા નામના 25 વર્ષના યુવાને પેરેમાઉન્ટ પાર્કમાં પોતાના રૂમમાં એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતવહોરી લીધો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.પ્રાથમિક પુછતાછમાં મૃતક હર્ષદ કંજરીયા મીકેનીકલ એન્જિનીયર હતો 15 દિવસ પહેલા જ નોકરી અર્થે સુરેન્દ્રનગરથી
રાજકોટ આવ્યો હતો અને રાજકોટમાં પીજીમાં રહેતા ફઈના દિકરા અને તેના મિત્ર સાથે રહેતો હતો કાલે રૂમનો દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઈ લીધો હતો. ફઈનો દિકરો આવી પિતરાઈએ આપઘા કરી લીધો હોવાની જાણ થતા જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક હર્ષદ કંજરિયા પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ‘હું સારો દિકરસો ન બની શક્યો. મારા હોસો હવાસથી પગલુ ભરુ છું. કોઈને હેરાન ન કરતા તેવો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે હર્ષદ કંજરિયાના આપઘાત પાછળનું સાચુ કારણ જાણવા કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ