સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા હેલ્થ ચેક અપ કેમ્પનો 268 લોકોએ લીધેલો લાભ

- લોકો ધન્વંતરી રથ દ્વારા વધુમાં વધુ હેલ્થ ચેકઅપ કરાવે: અરવિંદ પટેલ

કોરોના મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય મહત્તમ સંખ્યામાં હેલ્થ ચેકઅપ છે. ત્યારે આ માટે રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરેલી વ્યાપક ચેકઅપની ઝૂંબેશ અંતર્ગત પટેલ સેવા સમાજ સંચાલિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કેમ્પમાં ર68 લોકોએ પોતાના આરોગ્યની ચકાસણી નિષ્ણાંત તબીબો મારફતે કરાવી હતી. ચકાસણી કરાવનારા લોકોને ઈમ્યુનિટી વર્ધક દવાઓ તથા જેમને અન્ય વધારાની દવાની જરૂર જણાય તેમને તે દવાઓ પણ સ્થળ પરથી જ નિ:શૂલ્ક આપવામાં આવી હતી.
પટેલ સેવા સમાજ ઉપરાંત પટેલ પ્રગતિ મંડળ
તથા ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ)ના પ્રમુખ અરવિંદભાઈ પટેલે આરોગ્ય ચેકઅપ માટેની લોકોની જાગૃત્તિને બિરદાવીને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં હેલ્થ ચેકઅપનો આ બીજો કેમ્પ આજે યોજાયો હતો.
બે કેમ્પમાં કુલ 653 લોકોએ પોતાના આરોગ્યની પ્રાથમિક ચકાસણી કરાવી હતી. તેમણે ઉમર્યું હતું કે, વર્તમાન સમયમાં અત્યંત જરૂરી એવા સોશ્યલ
ડીસ્ટસીંગના પૂરા પાલન સાથે લોકોએ ધૈર્ય અને હિંમતથી પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી. આ પ્રકારની આરોગ્ય જાગૃતિ જ કોરોનાની મહામારીને નાથી શકવામાં મદદરૂપ થઈ શકશે.
રાજકોટ અને આસપાસના રહીશોવધુમાં વધુ હેલ્થ ચેકઅપ કરાવે તેવો અનુરોધ કરતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ધન્વંતરી રથ પણ ફરી રહ્યો છે. જેમાં નિષ્ણાંત તબીબો હાજર હોય છે. લોકો
કેમ્પના સ્થળે ન આવી શકે તો પોતાના વિસ્તારમાં ફરતા ધન્વંતરી રથ દ્વારા પણ આરોગ્યની ચકાસણી કરાવે તે ખૂબ જ જરૂરી છે. બીમારીના કોઈ લક્ષણ ન ધરાવતા હોય તો પણ ચેકઅણ જરૂરી છે.
અરવિંદભાઈએ ચેકઅપ
માટેના લોકોને ડર નહીં રાખવા અપીલ કરતાં કહ્યું હતું કે, માત્ર ર5-30 સેક્ધડમાં આરોગ્ય ચકાસણી માટેના સેમ્પલ લઈ લેવામાં આવે છે અને 10 મિનિટમાં તેના રિપોર્ટ પણ મળી જાય છે.
કેમ્પમાં સુચારૂ સંચાલન
માટે પટેલ સેવા સમાજ સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાની આગેવાનીમાં સમર્પિત કાર્યકરો કિશોરભાઈ ઘોડાસરા, કાન્તીભાઈ મકાતી, રમેશભાઈ ઘોડાસરા, રમેશભાઈ વરાસડા, જગદીશભાઈ પરસાણીયા, મગનભાઈ વાછાણી, ડેનીશભાઈ કાલરીયા, વિનુભાઈ ઈસોટીયા, વિનુભાઈ લાલકીયા, કપિલભાઈ પરસાણીયાએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ