સ્કૂલોમાં ફાયર સેફટી માટે શાળા સંચાલક મંડળ કટિબદ્ધ

- મનપાના ચીફ ફાયર અધિકારી સાથે થયેલી મિટિંગમાં ખાતરી અપાઈ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હંમેશા વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાની બાબતને લઈને જવાબદારીપૂર્વકના નિર્ણયો લે છે. તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ફાયર સેફટી અંગે રાજકોટ મહાનગરપાલિકાના ચિફ ફાયર ઓફીસર ખેર સાથે સર્વોદય સ્કૂલ ખાતે મિટિંગ યોજાઇ હતી. જેમા ફાયર સેફટીના સુચનો અને નિયમો બાબતે ચર્ચા કરાઇ હતી. શાળાઓમાં વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર સેફટીની તાલીમ આપવા, જરુરી સાધનો વસાવવા અને વિવિધ આપાતકાલિન વિગતો અંગેના સુચક બોર્ડ દર્શાવવા બાબતે નિર્ણય લેવાયેલ હતા. આ સાથે જ ફાયર સેફ્ટી નાં અમલીકરણ અંગે સંચાલકોને પુરતો સહયોગ આપવા અને વ્યવહારુ અભિગમ માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.
આ ચર્ચાના ભાગરુપે
શાળા સંચાલકોએ ખાતરી આપી હતી કે તેઓ તેમની દરેક શાળાઓમાં અગ્નિશામક સાધનો ઉપલ્બ્ધ કરાવશે ઉપરાંત કાર્ય યોજના બનાવી તેના ઉપયોગ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને શાળાના બિન શૈક્ષણિક સ્ટાફને જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે સમયાંતરે મોક ટ્રેનિંગ અને ડેમો આપશે.
આ માટે રાજકોટ શાળા સંચાલક મંડળ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી નાં સાધનો અને સિસ્ટમ માટે ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.આ ચર્ચામાં ખેરે શાળા સંચાલકોની ફાયર સેફટીના નિયમો અંગેની ગેરસમજો દુર કરી સાચી માહિતી આપી હતી. શાળા સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી કે વિદ્યાર્થીઓની સુરક્ષા સંવેદનશિલ મુદ્દો છે અને તેમાં
કોઈ પણ જાતની બાંધછોડ નહી કરવામાં આવે. શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટીના નિયમોને ધ્યાનમાં રાખીને અગ્નિશામક સાધનો અને સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમગ્ર રાજ્યમાં રાજકોટ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ક્રાંતિકારી અને અનુકરણીય પગલું ભરી તમામ શાળાઓને ફાયર સેફ્ટી પૂરી પાડશે. આ મિટિંગમાં શાળા સંચાલકોને ફાયર સેફટીના નિયમોથી અવગત કરવા અને માર્ગદર્શન પુરુ પાડવા માટે મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, મહામંત્રી અવધેશભાઈ કાનગડ અને કોઠારીયા અને મવડી ઝોનના શાળા સંચાલકોએ ફાયર સેફ્ટીનાં અમલીકરણ અંગે સંચાલકોને પુરતો સહયોગ આપવા અને વ્યવહારુ અભિગમ દાખવવાની ખાત્રી આપવામાં માટે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ અને ચિફ ફાયર ઓફિસર ખેરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ