સ્કૂલોના ફી ઉઘરાણા સામે ભાજપનું ‘ગુનાહિત’ મૌન!

બે મહિનાના લોકડાઉનથી અનેક વાલીઓની
હાલત કફોડી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, સ્કૂલો બંધ
છે છતાંય ‘ધમકી’ આપી ફી મંગાવાય છે

રાજકોટ તા, 4
કોરોનાના મહામારી વચ્ચે પણ શહેરના સ્કૂલ સંચાલકોએ માનવતાના કપડા ઉતારી ફીની પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવાથી લોકો ઘરમાં જ કેદ રહેતા લોકોની આર્થિક હાલત ખરાબ બની છે.
લોકડાઉન
ખુલ્યા બાદ લોકોને ઘટના બે છેડા ભેગા કરવામાં પરસેવો વળી રહ્યો છે ત્યારે સ્કૂલોના સંચાલકોએ વાલીઓ ઉપર ફીના ઉઘરાણાની ધમકીઓ આપી રહ્યા છે. તેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. સંવેદનશીલ સરકારીની સંવેદના કયાં ગઇ? વાલીઓ બેફામ લૂંટાય રહ્યા છે.
ત્યારે રાજકોટમાં સ્કૂલોની ફી ઉઘરાણા સામે ભાજપ કેમ મૌન છે. તે ચર્ચાઓ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે. બેફામ ઉઘરાણા ચાલુ હોવા છતાંય જેને મત આપ્યા
હતા જેદ ભાજપના નેતાઓ સ્કૂલ સામે કેમ મૌન ધારણ કરી લીધું છે. ત્યારે હવે શહેર કોંગ્રેસે વાલીઓને સંવેદના આપવાની જરૂર છે અને સ્કૂલ ફીના ઉઘરાણા કરતી સ્કૂલોની સામે હવે મોટાપાયે આંદોલન છેડવાનીજરૂર છે. હાલ તો સ્કૂલોની દાદાગીરી સામે વાલીઓ મુંઝાય ગયા છે. સ્કૂલોમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું પરિણામ આપવાની ના પાડી દીધી છે. આવી દાદાગીરી સામે સ્કૂલ સંચાલકો આવી ગયા છે છતાંય સરકાર
તરફથી આવા સંચાલકો સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારે હાથ ઉંચા કરી દેતા વાલીઓ નિરાધાર બની ગયા છે. મોટાભાગના વાલીઓ ચિંતાતુર બની ગયા છે.
કારણ કે બે મહિનાથી કોઇ આવક નહીં થતા ઘરનું
ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ સ્કૂલ સંચાલકો ફીની ઉઘરાણી કરતા વાલીઓ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. જો સ્કૂલ સંચાલકો ફી ઉઘરાવવાનું ચાલુ જ રાખશે અને સરકાર કોઇ યોગ્ય જાહેરાત નહીં કરે તો લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાની શક્યતા છે. ત્યારે હવે સરકાર આ પ્રશ્ર્ને મહત્વની જાહેરાત કરે તેની આશા વાલીઓ રાખી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ