સૌરાષ્ટ્રભરમાં લોહાણા સમાજ દ્વારા નાગ પાંચમની ઉજવણી

નાગબાપાનું પૂજન-અર્ચન ત્યારબાદ નાગબાપાની વાર્તા સાંભળી ધરાવેલ પ્રસાદી વિતરણ કરી ઉજવણી કરાઈ છે

અષાદવદ પાંચમ એટલે લોહાણા સમાજની નાગ પાંચમ છે.ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો અને વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ રહેલો છે. પ્રાચીન આર્ય પ્રજાપણ વ્રતો અને ઉપવાસ કરતા અનેક દરેક પશુપક્ષીની પુજા કરતા આથી સુખી હતા આને કારણે આપણો હિન્દુધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહેલું છે નાગોમાં હું વાસુકી નાગ છું સમુદ્ર મંથન વખતે નાગસાવન રૂપ બની પ્રભુકાર્યમાં લોકહિત કાર્યમાં મદદરૂપ બની અને સમુદ્રમાંથીઅમૃત મેળવામાં ભગવાન અને દેવોને વાસુકી નાગેજ મદદ કરેલી ત્યારે આવા પાવન કારી દિને સૌરાષ્ટ્રભરમાં નાગબાપાનું પૂજન કરી શ્રીફળ વધેરી, ફુલગાવેલા, મગ, ચણા, બાજરી તથા બાજરાના લોટની કુલેર બનાવી
પ્રસાદી રૂપે ધરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરી નાગબાપાની વાર્તા કરે છે.આ દિવસે મહિલાઓ વ્રત કરી નાગ પાંચમની ઉજવણી કરે છે.

રિલેટેડ ન્યૂઝ