‘સોમા’ની ચૂંટણીમાં બેલેટ પેપર જ બદલાઈ ગયાનો ઘટસ્ફોટ

તેલમિલર્સોની શક્તિશાળી સંસ્થા કબ્જે કરવા તેલિચારાજાઓએ ખેલ પાડી દીધાનો આક્ષેપ

કરોડો રૂપિયાની કાળી કમાણી કરવા સરકારી તંત્રના આશિર્વાદથી ચૂંટણીમાં આચરાયેલો પાપાચાર
અગાઉથી શંકા હોવાના કારણે નિશાની સાથે પેક કવરમાં મોકલેલા બેલેટ પેપર મતગણતરી સમયે ગાયબ થઈ ગયા! સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે ત્રણ વિડીયો જાહેર કરી મચાવેલી સનસનાટી

સૌરાષ્ટ્ર-ગુજરાતના તેલમિલર્સોની સૌથી મોટી સંસ્થા સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસો.ની ચૂંટણીમાં 130 મતમાંથી કિશોર વિરડીયાને 100 મત અને વર્તમાન પ્રમુખ સમિર શાહને માત્ર રર મત મળતા સમિર શાહ આશ્ર્ચર્યજનક પરાજય સાથે મોટો અપસેટ સર્જાયો હતો.
પરંતુ, તેલ મિલર્સોની આ સંસ્થા કબ્જે કરવા સરકારી તંત્રનો સાથ ધરાવતા એક જૂથે બિનલોકશાહી ઢબે મતપત્રકો બદલી નાંખી જબરો ખેલ પાડી દીધાની
ચોંકાવનારી વિગતો બહાર આવતા ભારે ચકચાર જાગી છે.
આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સીંગતેલમાં ભેળસેળ કરી દર વર્ષે કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા તેલીયા રાજાઓના એક જૂથે ‘સોમા’ ઉપર કબ્જો
જાળવવા મતપત્રકો જ બદલી નાંખી સરકારી તંત્રના આશિર્વાદ તળે ચૂંટણીમાં ભયંકર ગોબાચારી આચરી છે અને આ અંગે સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે વિડીયો બહાર પાડીને કેટલીક ચોંકાવનારી હકીકતોનો પર્દાફાશ કર્યો છે અને બેલેટ પેપરથી માંડી મતપેટી સીલ કરવાની પધ્ધતિ સહિતની બાબતો સામે સવાલો ઉભા કર્યા છે.
સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે ત્રણ વિડીયો જાહેર કરી સોમાની ચુંટણીમાં કયા પ્રકારે ગેરરીતિ થઈ
છે તેનો પર્દાફાશ કરેલ છે. જેના પગલે તેલમિલર્સોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને બિનલોકશાહી ઢબે યોજાયેલ ચુંટણી રદ કરી નવેસરથી તટસ્થ ચુંટણી યોજવા માંટણી ઉઠી રહી છે.
સમીર શાહે જાહેર કરેલા
વિડીયોમાં જણાવ્યું છે કે, સોમાની ગત તા.ર1ના રોજ યોજાયેલ ચુંટણીમાં 130 મતની ગણતરી બાદનું પરિણામ આઘાતજનક છે. આવું કેવી રીતે બની શકે? મને તો પ્રથમથી જ શંકા હતી કે, પોષ્ટલ બેલેટથી વોટીંગ થાય છે એટલે કંઈક ગડબડ જરૂર થશે. બેલેટ પેપર ચાર-પાંચ દિવસ સરકારી કચેરીમાં રહેવાના હતા અને ત્યાંના કર્મચારીઓની ભુમિકા પ્રથમથી જ નકારાત્મક રહી છે તેથી આવું કંઈક અજુગતુ થશે તેવી શંકા અગાઉથી જ હતી.વિડીયોમાં તેમણે જણાવેલ છે કે, ભુતકાળમાં વર્ષ ર008માં બેલેટથી ચુંટણી થઈ હતી. ત્યારે પણ ખોટી રીતે જીતાઈ હતી. આ વખતે શું થયું? મને સો ટકા ખાતરી છે કે, ચુંટણીમાં ગેરરીતી થઈ છે કેમકે બેલેટ પેપરમાં
માત્ર ઉમેદવાર સામે માત્ર ટીકનું નિશાન કરવાનું હતું. કોઈ લખાણ કરવાનું હતું નહીં, માટે એવું બની શકે કે બેલેટ પેપર જ બદલાઈ ગયા છે. જે વોટ કર્યા છે તે અને કાઉન્ટીંગમાં લીધા છે તે જુદા જ છે. હું ખાતરી સાથે કહું છું કે, ચુંટણીમાં ગેરરીતી થઈ છે.
ચુુંટણીમાં કઈ રીતે ગેરરીતી આચરવામાં આવી છે તેનો ભાંડાફોડ કરતા સમીર શાહે જણાવ્યું છે કે, મોટાભાગના સભ્યોએ કવરમાં પેક કરી બેલેટ પેપર
મોકલવાના હતા. મારી પાસે પણ છ જેટલા મિલર્સોએ બેલેટ પેપર મોકલ્યા હતા. ખોટું થશે તેવી શંકાના આધારે મેં એક પ્રયોગ કર્યો હતો અને બેલેટ પેપરનો એક ખુણો બેન્ડ કરી દીધો હતો અને નિશાની સાથે બેલેટ પેપરમાં કવરમાં પેક કરી સંસ્થાની ઓફિસે જમા કરાવ્યા હતા. કવર સંસ્થાની ઓફિસમાં જ પાંચથી છ દિવસ પડી રહ્યા હતા. પરંતુ આશ્ર્ચર્યજનક અને ચોંકાવનારી બાબત તો એ છે કે, મતગણતરી સમયે જ્યારે કવરો ખુલ્યા ત્યારે વાળેલા (નિશાનીવાળા) મતપત્રકો જ ગાયબ હતા. આથી જ શંકા છે કે, બેલેટ પેપર પાછળથી બદલાઈ ગયા છે.

મતપેટી લાખથી સીલ કરવાના બદલે તાળુ મારી સેલોટેપ વિંટી દીધી
સોમાના પૂર્વ પ્રમુખે વિડીયોમાં એક એવી ચોંકાવનારી હકીકત જણાવી છે કે, સોમાની ચુંટણી દરમિયાન જે મતપેટીમાં મતપત્રકો રાખવામાં આવ્યા હતા તે મતપેટીને માત્ર તાળુ મારી સેલોટેપથી સીલ કરવામાં આવી હતી. મતપેટી નિયમ મુજબ લાખથી સીલ કરવામાં આવેલ જ નથી. સેલોટેપ તો ગમ્મે તેટલી વખત ખોલીને ફરી મારી શકાય છે અને તાળુ પણ ગમ્મે તેટલી વખત ખોલ-બંધ કરી શકાય છે. અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, આટલી મોટી સંસ્થાની ચુંટણીમાં મતપેટીને લાખથી સીલ કરવાના બદલે સેલોટેપથી સીલ કરવા પાછળનો ઈરાદો શું હોઈ શકે? જો તટસ્થ રીતે જ ચૂંટણી કરવી હતી તો મતપેટી નિયમ મુજબ લાખથી સીલ કરવી જોઈતી હતી.

રિલેટેડ ન્યૂઝ