સુરતના શખ્સે 200 નકલી RC બૂક બનાવ્યાનો ધડાકો

બોગસ દસ્તાવેજોના આધારે બેંક લોન લેવાના પ્રકરણમાં

ઝડપાયેલી બેલડીની રીમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત: પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટમાં બોગસ આરસી બૂકના આધારે લોન મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે રાજકોટ જઘૠ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ભોલુગીરી ગોસ્વામીની ધરપકડ બાદ આજે મુખ્ય આરોપી ઇર્ષાદ ઉર્ફે ઇસુ કાળુભાઇ પઠાણની સુરત જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા અન્ય ત્રીજા આરોપીએ 200 જેટલી નકલી આરસી બુક બનાવ્યાની ચોંકાવનારી કબૂલાત આપી છે.
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગર-12માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સહિતની સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી રૂ. 4 કરોડ 6 લાખ 20 હજારની 28 લોન લઇ બાદમાંબેંકને લોન ભરપાય ન કરી કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ શહેર જઘૠની ટીમે કર્યો છે. આ મામલે પોલીસે ભોલુગીરીને ગોસ્વામીને ઝડપી લીધા બાદ આજ રોજ ઇર્ષાદ ઉર્ફે ઇસુ કાળુભાઇ પઠાણની ધરપકડ કરી છે.
જ્યારે અન્ય એક શખ્સને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ દસ્તાવેજોના આધારે બેંક લોન લેવાના પ્રકરણમાં ઝડપાયેલી બેલડીને રીમાન્ડ ઉપર લેવામાં આવતા સુરતના ભૂમેશ શાહે 200 જેટલી બોગસ આરસી બુક
બનાવ્યાની ચોંકાવનારી કબૂલાત ાપી છે તેમ તે જે ગુનામાં પકડાયેો હતો તે જ ગુનામાં ભૂમેશ શાહની ધરપકડ થઇ છે. વધુ તપાસ અર્થે જો જરુર પડશે તો ત્યાંથી કબજો લઇ રાજકોટ પણ લાવવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ