સિટી બસમાં ગેરરીતિ કરનાર 5 કંડકટરને પાણીચું

કામમાં ક્ષતિ બદલ ત્રણ એજન્સીને રૂા.2.42 લાખનો દંડ : 9 ખુદાબક્ષ પકડાયા

રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સીટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર પાંચ કંડકટરને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી એજન્સીને રૂા.2.42 લાખનો દંડ ફટકારી ટીકીટ વગર પકડાયેલા 9 મુસાફરો પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને 45 રૂટ પર 90 સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવામાં 29/11/2021 થી 05/12/2021 દરમિયાન કુલ અંદાજીત 1,11,420 કિ.મી. ચાલેલ
છે. તથા કુલ 2,70,086 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 4325 કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીત રૂ!. 1,51,375/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. 78,000/- ની પેનલ્ટી આપવામાં આવેલી છે.
સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. 600/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ 2(બે) કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરેલ છે તથા 3(ત્રણ) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ 9(નવ) મુસાફરોટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂૂ! 990/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે. રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ઇછઝજ રૂૂટ પર કુલ 16 ઇછઝજ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં
આવે છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં 29/11/2021 થી 05/12/2021 દરમિયાન કુલ અંદાજીત 24,545 કિ.મી. ચાલેલ છે. તથા કુલ 1,96,298 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી
પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂૂ!. 2,350/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (છખઝજ) અને ઇછઝજ બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ