સાંજે ‘બા’ સાથે વાત કરી, વહેલી સવારે ‘વિદાય’ના વાવડ!

ચૌધરીના ગ્રાઉન્ડમાં દર્દીના સાજા થવાની રાહમાં દિવસોથી બેસી રહેલા પરિવારજનોની ‘આપવિતી’

હેલ્પ ડેસ્કમાં લાંબી કતરમાં દર્દી સાથે વાત કરવા કલાકોનો ઈંતજાર: ચા, જ્યુસ દર્દી પાસે કલાકે પહોંચતા પીવાલાયક નહીં રહેતા હોવાની વ્યથા

કોરોના મહામારીએ લોકોને બાનમાં લીધા છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે દર્દીઓની સાથે પરિવારજનોની કસોટી પણ થઈ રહી છે અને હોસ્પિટલોની બહાર પોતાના દર્દીઓની સાજા થવાથી રાહમાં બેઠા પરિવારજનોમાં ફરિયદો ઉઠવા પામી છે.
હોસ્પિટલોમાં દાખવવામાં આવતી બેદરકારી અંગે અશ્રુભિનીની આંખે
પોતાની વેદના ઠાલવતા જોવા મળે છે અને લાચાર બની દિવસો ગુજારી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમં એડમિટ રાજકોટના એક કોરોના પોઝિટિવ દર્દીના પરિવરજનોએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે સિવિલમાં
ફોન ઉપર ફકત દર્દીની તબિયત, ઓક્સિજન લેવલ અને ઓક્સિજનના ફલોની જાણકરી જ આપવામાં આવે છે અને વધારે જાણકારી માટે રુબરુ બોલાવવામાં આવે છે પરંતુ ત્યા પણ માત્ર ઉપરોકત બાબતે જ જાણ કરવામાં અને માહિતી આપવામાં આવે છે જ્યારે અન્ય બિમારી અંગે પુછતા તેન જવાબ આપવામાં આવતાા નથી અને માત્ર આટલી જ જાણકારી આપવામાં આવશે તેવા જવાબ આપવામાં આવે છે જ્યારે અન્ય બિમારીની અસર કેટલી છે તેની દર્દી કે દર્દીના સગાને જાણ કરવામાં આવતી નથી.
એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે અહી અમે 5થી 6 દિવસથી રહીએ છીએ દરરોજ દર્દીની પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવે છે પરંતુ યોગ્ય હકિકત જણાવવામાં આવતી નથી.હજુ ગઈકાલે સાંજે કોવિડમાં દાખલ દર્દી સાથે વીડિયો કોલમાં વાત કરવામાં આવી હતી ત્યારે દર્દીની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું જ્યારે સવારે હેલ્થડેસ્કમાંથી ફોન આવ્યો હતો કે તમારુ
દર્દી મૃત્યુ પામ્યુ છે જે માન્યમાં ન આવે તેવી હકીકત છે અને મૃત્યુબાદ પણ મૃતદેહ માટે 4થી 5 કલાક રાહ જોવા પડી રહી છે અને મૃતદેહ માટે રજળપાટ કરવો પડી રહ્યો છે.
મોરબીના એક દર્દીના કુટુંબિજને
પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે દર્દીએ અંદરથી એવુ કહ્યુ હતું કે વોર્ડમાં ખાટલા દીઠ વોર્ડ બોય હાજર રહેતા નથી અને જે પાર્સલ મોકલીએ છીએ તે બે ત્રણ કલાકે પહોંચે છે અને પહોંચે એટલી વાર સુધીમાં વસ્તુ નકામી થઈ જાય છે. ચા એકદમ ઠંડી થઈ જાય છે અને જ્યુસ પણ પીવા લાયક રહેતુ નથી. તેમજ હેલ્પડેસ્ક પાસે લાંબી લાઈન હોય છે ત્યા પણ સામાજીક અંતરના લીરા ઉડે છે જેથી ત્યાં માઈકની સીસ્ટમ છે જેથી દર્દીના સગાઓને એક બોલાવવામાં આવે તો વ્યવસ્થા જળવાઈ રહે છે.

દર્દીઓના સાજા થવાની રાહ જોતા સ્વજનોના લાચાર ચહેરા, વીડિયો કોલમાં ભાવનાત્મક દૃશ્યો
ચૌધરીના ગ્રાઉન્ડમાં દર્દીઓના સગા માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં હજારો સ્નેહીજનો પોતાના દર્દીના સાજા થવાની રાહમાં બેઠા હોય છે દરેકના ચહેરા પર એક લાચારી વર્તાય રહી છે અને પોતાનું દર્દી સાજો થઈને આવશે કે પછી ? તેવા વિચારો મનમા ચાલતા હોય છે વીડિયોકોલમાં વાત કરતા સ્નેહીજનો અને દર્દીના ચહેરા ઉપર એક ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ દૃશ્યો પણ ભાવનાત્મક અને લાગણીશીલ હોય છે.

રિલેટેડ ન્યૂઝ