સવારે ચાર વાગે બળદ અને બપોરે બે બકરાનું મારણ કરતા સિંહ

જેતપુર પંથકમાં ડાલા મથ્થાના ધામાથી લોકોમાં ભય

જાનાધાર અને ખારચિયામાં બે સાવજ એક વનરાણીએ મીજબાની માણી

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામાને લઈને ખેડૂતોમાં તેમજ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેતપુરનો ગ્રામ્ય વિસ્તારમાં જાણે કે વનરાજોનું ઘર બની ગયું હોય તેવું લાગે છે કારણે કે છેલ્લા ઘણા સમય થી સિંહના ધામા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી જેતપુર ગ્રામ્યમાં સિંહ જોવા મળી રહ્યાં હતા. પરંતુ ગઈ રાત્રીએ જેતપુરના ભાગોળે પાંચ કિલોમીટર દૂર જાનાધાર વાડી વિસ્તારમાં આવેલ વજુભાઇ ટપુભાઈ સખરેલીયાની વાડીમાં બહાર બાંધેલ બળદ પર ત્રણ સિંહો જેમાં એક નર તેમજ બે માંદાએ રાત્રીના ચાર વાગ્યાના અરસામાં મારણ કરી મિજબાની માણી હતી.મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે.તેમજ મજૂરો તેમજ તેમનો પરિવાર ભયભીત થતા ઉછળો ભરી પોતાના વતન તરફ વાટ પકડી હતી.તેમજ સ્થાનિક ખેડૂતોએ આ વાતની જાણ કરતા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ બપોરના સમયેજેતપુર તાલુકાના ખારચિયા ગામના ગોવાળ મનજીભાઈ ગોબરભાઈ દેવીપૂજક અંદાજે 50 જેટલા બકરા ચરાવી રહ્યા હતા.ત્યારે અચાનક સિંહો આવી ચડતાં ત્રણ બકરાઓનું મારણ કર્યું હતું
આ પંથકમાં ઘણા સમયથી સિંહોએ
ધામા નાખતા ખેડૂતોને વાડી વિસ્તારમાં ખેતી કામ કરવા જવામાં ભય ફેલાઈ ગયો છે.ખેડૂતો પોતાના ખેતરે ખેતી કરવા જઇ શકતા નથી.
રવિ સીઝન હોવાથી ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરમાં પિયત પણ નથી કરી શકતા.તમેજ
ખેતરોમાં મજૂરો પણ પોતાના પરિવારને લઈને હિજરત કરવા લાગ્યા છે.આ બાબતે ખેડૂતોએ તંત્ર પાસે દિવસનો લાઈટ આપે તેવી માંગણી કરી રહ્યાં છે.
તેમજ ખેડૂતોએ સંબંધિત વનતંત્ર તાકીદે વનરાજાઓનું લોકેશન
મેળવી જેતપુર પંથકની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સલામતી બક્ષે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ