સરકાર સામેના ક્ધટેમ્પ્ટના કેસો રફેદફે કરવા કવાયત

એક દાયકા જૂના કેસ નિકાલમાં સરકાર સહકાર આપે

મુખ્ય સચિવને હાઇકોર્ટમાં દોડી જવું પડ્યું

સરકાર સામેના ક્ધટેમ્પ્ટ કેસોના નિકાલમાં સરકાર સહકાર આપે અને આ કેસોનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી ટકોર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારને કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમુક કેસો વર્ષ 2011થી પેન્ડિંગ છે, આવાં કેસોમાં સરકાર પક્ષે શું થઇ શકે તેમ છે તેનો નિર્ણય લેવામાં આવે.
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર એક ક્ધટેમ્પ્ટ કેસમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ ખંડપીઠે મુખ્ય સચિવને કહ્યું હતું કે તેઓ ્અત્યારે હાજર છે તો કોર્ટ ધ્યાનદોરવા માંગે છે કે સરકાર સામેની ક્ધટેમ્પ્ટ પિટિશનોનો અત્યારે ઢગલો થયો છે અને આ પિટિશનો વર્ષો જૂની છે.
વર્ષ 2011થી પેન્ડીંગ હોય તેવી પણ ક્ધટેમ્પ્ટ પિટિશનો છે, જો તે માંથી અમુક કેસ ચર્ચાનો વિષય
છે, પરંતુ ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ પ્લીડર અને આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર સાથે બેઠક કરીઆ મુદ્દે નિકાલ લાવે. મુખ્ય સચિવ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવો તે જરૃરી છે. જરૂર જણાય તો ગવરમેન્ટ પ્લીડર અને આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર સાથે બેઠક કરી નિર્ણય કરવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ