સરકારી કોવિડ હોસ્પિટલમાં 90% તો પ્રાઇવેટમાં 75% બેડ ખાલી

રાજકોટ જિલ્લામાં કોરોનાની પીછેહઠથી ખાલી થતી હોસ્પિટલો

રાજકોટ જિલ્લામાં કોરોનાની પીછેહઠ જોવા મળી રહી છે. એક સમયે ઇમરજન્સીમાં ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલોના મોટાભાગના બેડ ખાલી પડી ગયા છે. સરકારી કોવિડ હોસ્પિટલોમાં તો માંડ 10 ટકા દર્દીઓ જ છે, અને 90 ટકા બેડ ખાલી પડ્યા છે, તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં 75 ટકા પથારી પર એકેય દર્દી નથી.
રાજકોટના અધિક નિવાસી
કલેક્ટર પરિમલ પંડ્યાએ આવેલા વિગતો મુજબ, હાલ જિલ્લામાં સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોવિડના કુલ 2557 બેડ છે, તેમાંથી 2093 બેડ હાલ ઉપલબ્ધ છે, જ્યારે 464 બેડ ભરેલા છે.
સત્તાવાર આંકડાઓ મુજબ, હાલ
સરકારી કોવિડ હોસ્પિટલોમાં કોવિડના કુલ 1496 બેડ છે. જેમાંથી 1353 બેડ ખાલી પડ્યા છે અને 143 બેડ પર હજુ દર્દીઓની સારવાર ચાલુ છે. આમ આ હોસ્પિટલો 90 ટકા ખાલી થઈ ગઈ છે. જેમાં પીડીયુ, સમરસ ડેડિકેટેડ કોવિડ હેલ્થકેર, ઇએસઆઇ, કેન્સર હોસ્પિટલ વગેરેનો સમાવેશ થાય છે. ઈએસઆઇસી અને કેન્સર હોસ્પિટલમાં તો હાલ કોરોનાના એક પણ દર્દી નથી. ત્યાં બધી પથારીઓ ખાલી પડેલી છે.
જ્યારે પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલોમાં
કુલ 1061 બેડ કોરોનાના દર્દીઓ માટે રખાયેલા છે. તેમાંથી 740 બેડ ખાલી પડી ગયા છે અને 321 બેડ પર હજુ દર્દીઓની સારવાર ચાલુ છે. આમ પ્રાઇવેટ કોવિડ હોસ્પિટોલમાં 74થી 75 ટકા બેડ ખાલી પડી છે.


-->

જિલ્લામાં 51 હજાર ઘરના સર્વેમાં 96 બીમાર મળી આવ્યા
રાજકોટ જિલ્લામાં કલેક્ટર તંત્રના પ્રો-એક્ટિવ અને એગ્રેસિવ એક્શનના કારણે કોરોનાના સંક્રમણ પર ઘણો કાબુ મેળવી શકાયો છે અને જાગૃતિ અભિયાન તથા સઘન સારવારની વ્યવસ્થાઓના કારણે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. હજુ પણ જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 1321 ટીમો દ્વારા 51,705 ઘરોનો આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર 96 લોકોમાં તાવ-શરદી-ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા 6141 લોકોની તપાસ કરાઇ હતી.

2557 બેડમાંથી 2093 પથારી પર એકેય દર્દી નથી

કઈ હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી
હોસ્પિટલ કુલ ખાલી
ઙઉઞ 590 501
સમરસ ઉઈઅઈ 560 529
ઊજઈંઈ 41 41
કેન્સર હોસ્પિટલ (પોસ્ટ કોવિડ) 192 192
જઉઇં ગોંડલ 54 46
જઉઇં જસદણ 24 19
જઉઇં ધોરાજી 35 25
પ્રાઇવેટ
હોસ્પિટલો 1061 740

રિલેટેડ ન્યૂઝ