સરકારના નામે વેપારીઓને લૂંટતી ચિટર ટોળકી સક્રિય

તપાસમાં આવતા અધિકારીઓ પાસે આઈ-કાર્ડ માગવા વેપારીઓને રાજકોટ ચેમ્બરનું સૂચન, હેલ્પલાઈન નંબર જાહેર

વેપારીઓએ દુકાનમાં સેનેટાઈઝર રાખવા અને માસ્ક ફરજિયાત મોઢા ઉપર બાંધવા સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને સરકારની ગાઈડલાઈનનું પાલન નહી કરનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેને લઈ આજે ઘણી એવી ચિટર ગેંગ સક્રિય થઈ છે જે સરકારના વિવિધ વિભાગેની ઓળખ થઈ છે. જે સરકારના વિવિધ વિભાગોની ઓળખ આપી વેપારીઓ પાસેથી મનફાવે તેવોદંડ વસુલી રોકડી કરી જતા હોવતી રાવ ઉઠતા દરેક વેપારીએ તપાસ માટે આવતા અધિકારીઓ પાસે ફરજીયાત આઈ-કાર્ડ માંગવા તેવી સુચના ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા આપવામાં આવી છે.
આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના હોદ્દેદારોએ જણાવ્યું છે કે આ મહામારીના કારણે સમગ્ર જિલ્લામાં અંધાધુધા ફેલાય ગઈ છે. અને લોકો કોરોનાથી
ભયભીત છે દરરોજના હજારો કેસ આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાથી બચવા અને અન્યને પણ સુરક્ષીત રાખવા માટે દુકાનોમાં સેનેટાઈઝર અને માસ્ક રાખવા ફરજીયાત કરવામાં આવ્યો છે અને નિયમનું પાલનનહી રાખનારને દંડની જોગવાય કરવામાં આવી છેે.
ત્યારે દંડ ઉઘરાવવા હાલ ઘણી ચિટર ટોળકીયો સક્રિય થઈ છે. અને સરકારના વિવિધ વિભાગના નામો લઈ દુકાનોમાં અને યુનિટોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમજ
માસ્ક અને સેનેટાઈઝર, સામાજીક ર્અબરના નામે કરાવી ધમકાવી રહ્યા છે. જેથી સરકારના વિવિધ વિભાગોમાંથી આવતા અધિકારીઓના સાઈકાર્ડ ચેક કરવા જરૂરી છે તાજેતરમાં જ ગુંદાવાડીમાં આવો બનાવની ફરિયાદ ચેમ્બરમાં આવી હતી.વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને ખાસ જણાવવાનું કે સરકારના કે અર્ધ સરકારના વિવિધ વિભાગો દ્વારા કોઈપણ પ્રકારની તપાસણી કે અન્ય કામગીરી માટે આપના સ્થળની મુલાકાત લેવામાં આવે ત્યારે જે તે વિભાગનું આઈ-કાર્ડ કે પુરાવો તેઓ પાસે છે કે નહિ તેની ખાસ તપાસ કરવી જરૂરી છે જો તેઓ પાસે આવા પુરાવા અથવા આઈ-કાર્ડ ઉપલબ્ધ હોય તો જ તેમને સહકાર આપવો અન્યથા આવી રીતે બિનજરૂરી કોઈ પણને હેરાન કરવામાં આવે તો રાજકોટ ચેમ્બરના ફોન નં.0281-2227400/2227500 ઉપર સંપર્ક સાધવા રાજકોટ ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.રિલેટેડ ન્યૂઝ