સબ્-સલામત ?

સ્કૂલ વાનમાં સંતાનો-છાત્રો અસલામત્

રોડ પરના ભૂવા (ખાડા)થી વાહનો અસલામત્

વારંવાર પરીક્ષા મોકૂફીથી પરીક્ષાર્થી અસલામત્

સરકાર જાણે છે કે અડધી મુર્ગી (મરઘી) ખાઈ જવી અને બાકીની અડધી ઈંડા મૂકવા રાખી મૂકવી એમ બેઉ ન બને ! મહત્તમ્ અંશે આંખમિંચામણાની અને મીલીભગતની આ પ્રક્રિયા નિરંતરપણે રાજ્યવ્યાપી ચાલતી રહી છે. સરકાર પંચતંત્રના બોધવચનથી જાણે અન્જાન છે. જેમાં કહેવાયું છે કે આપણું નુકસાન કરનારી ઉંદરડીને મારવી જ પડે, એ આપણા જ ઘરમાં જન્મી હોય તો પણ ! લેકિન વો દિન કહાઁ કિ સરકારકી ખોપડી મેં બુધ્ધિ !

ખાનગી હોસ્પિટલો રૂપિયા ખંખેરવામાં કોઇ કચાસ છોડતી નથી. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જૂન મહિના સુધીમાં 20 લાખ ગ-95 માસ્ક, 9.38 લાખ ઙઙઊ ક્ટિસ, 8.5 લાખ હાઇડ્રોક્સાઇકલોરોક્વિન ગોળી અને 1504 વેન્ટિલેટર આપ્યા પણ હરામ છે ગુજરાતના કોઇ દર્દીને તેનો લાભ મળ્યો હોય તો. કોઇ ઊલ્ટાનું હોસ્પિટલોમાં સેફટી સાધનોનું પણ નર્યું ડિંડક ચાલે છે.

ઈકાલના અમદાવાદની હોસ્પિટલના અગ્નકાંડ પછી રૂપાણી સરકારનાં (અંદરખાને દાઝેલા) નાયબ મુખ્ય પ્રધાને કહ્યું ભવિષ્યમાં ભાવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની સરકાર દરકાર લેશે. મુખ્યમંત્રી હોવાનાં ખ્વાબમાં રાચતા વિજયભાઈ રૂપાણીએ કહેવાય છે કે તપાસનાં આદેશ આપી દીધા. ત્રણેક દિવસમાં રિપોર્ટ આપવા તાકીદ કરી છે. સરકાર કોઈપણની હોય, દરેક મહા-દૂર્ઘટના પછીની સ્ક્રીપ્ટ તૈયાર જ હોય છે. જેવી ઘટના એવી મૃતકદીઠ રોકડી વળતર મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના અને તપાસ-પંચ ! બીજી મહા-દૂર્ઘટના સુધી આ સિલસિલો જળવાતો રહે છે. વાસ્તવમાં સરકારનો ઈરાદો લોકોનો રોષ ખાળવા સિવાય ભાગ્યે જ બીજો કોઈ હોય છે. અમદાવાદની જ વાત કરીએ તો ગઈકાલે શ્રેય હોસ્પિટલમાં અગ્નકાંડ થયો તેની કાર્બન કૉપી જેવા કુલ 4 બનાવ એક જ વર્ષમાં બન્યા. 9 જાન્યુઆરી ’ 2019નાં મણિનગરની એલજી હોસ્પિટલ સળગી. નસીબજોગે જાનહાની થઈ નહોતી. 13મી મે’2019ના પરિમલ ગાર્ડન નજીકની બાળકોની મલ્ટિસ્પેશિયાલિસ્ટ ગણાતી એપલમાં બાટલો ફાટ્યો હતો અને આગ ફાટી નકકી હતી. તે પછી 30મી જૂલાઈએ થલતેજની સમર્પણ મેટરનિટી હોસ્પિટલમાં પણ આગના લપકારા થયા હતા. ઔર તો ઔર 11 સપ્ટેમ્બરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આગ ભભૂકી હતી. આ તમામ ઘટના પછી જે તે વહીવટદારોએ એ જ કેસેટ વગાડી હતી. તપાસ થયે જવાબદારો સામે પગલાં લેવાની. પણ હરામ છે એકપણ ‘પાપી’નો વાળ પણ વાંકો થયો હોય તો. નામકહરામ તંત્ર જેવું કોઈ દોષી નથી અને તેની માથે ચાર-હાથ (ઢાંકી) રાખનારી સરકાર જેવું કોઈ પાપી નથી હોતું. તપાસ સમિતિ અને દોષિતોને દંડની કેસેટ તો ગયા વર્ષના મે મહિનામાં સુરતની તક્ષશિલા આર્કેડના અતિ દારુણ અગ્નકાંડ વેળા પણ વગાડવામાં આવી હતી. યાદ છે ને આગથી બચવા ટ્યૂશન કલાસિસમાંથી યુવાન છાત્રા-છાત્રાઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી ! આ અગ્નકાંડમાં કુલ 22 વિદ્યાર્થી ભાઈ-બહેનોનો ભોગ લેવાયો હતો. એ ઘટનામાં કુલ 13 લોકોની ધરપકડ થઈ એ પૈકીના 4 તો જામીન પર છૂટી ટેસડા કરી રહ્યા છે. બાકીના પણ છૂટી જાત પણ જેમણે પોતાનાં સંતાનો ગૂમાવ્યા એ સંતાપગ્રસ્ત વાલીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા, સરકાર નહીં ! સરકારે તો આ ઘટનામાં સીધી રીતે દોષિત એવા તત્ત્વોને હાથ પણ નથી લગાવ્યો. એ ઘટનામાં પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ અને તેના મોનિટરીંગની જવાબદારી ચુકેલા ટ્યુશન કલાસિસના સંચાલકો અને સુરત ફાયર બ્રિગેડના અફસરો, ગેરકાયદેસરના વીજ જોડાણ સામે આંખ આડા કામ કરનારા ડીજીવીસીએલના ઈજનેરો, નિયમો સાથે સૂસંગત ન હોવા છતાં ઈમ્પેકટ ફી લઈ ગેરકાયદે બાંધકામને રેગ્યુલાઈઝ્ડ કરી આપનારા સુરત પાલિકાના ખાઈબદેલા ઈજનેરો ઉપર સરકારી તંત્રનાં ચાર હાથ જેવી સ્થિતિ છે. કેમ કે સરકાર જાણે છે કે અડધી મુર્ગી (મરઘી) ખાઈ જવી અને બાકીની અડધી ઈંડા મૂકવા રાખી મૂકવી એમ બેઉ ન બને ! મહત્તમ્ અંશે આંખમિંચામણાની અને મીલીભગતની આ પ્રક્રિયા નિરંતરપણે રાજ્યવ્યાપી ચાલતી રહી છે. સરકાર પંચતંત્રના બોવચનથી જા અન્જાન છે. જેમાં કહેવાયું છે કે આપણું નુકસાન કરનારી ઉંદરડીને મારવી જ પડે, એ આપણા જ ઘરમાં જન્મી હોય તો પણ ! લેકિન વો દિન કહાઁ કિ સરકારકી ખોપડી મેં બુધ્ધિ ! તપાસની ચીમકીથી કોઈ ફાટી પડતું નથી. તમે એક પાટિયું લગાવીને પવન ફૂંકાવાની સૂચના આપી શકો પણ તૂફાનને આવતું અટકાવી શકાય ખરું ? ભ્રષ્ટાચારીઓ આવા તૂફાની હોય છે. રાજ્ય સરકારની તાકીદ-બાકીદ ! સમજ્યા હવે અમદાવાદની શ્રેય હોસ્પિટલે આ વાત ફરી સાબિત કરી દીધી કે રાજ્યમાં સૂશાસન તો દૂર પ્રશાસન જેવું પણ કંઈ નથી. શ્રેય હોસ્પિટલ જેવી અમદાવાદની 2100 હોસ્પિટલો છે. તેમાંની ફક્ત 91 હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું લાઈસન્સ છે. બાકીની 2009 જીવતા બોમ્બ જેવી છે. આવી અનેક હોસ્પિટલોને રાજ્ય સરકારે કોવિડ-19 (કોરોના દર્દીઓ માટે) સ્પેશિયલ જાહેર કરી છે. આવા કોન્ટ્રાક્ટ આપતીવેળા જે-તે હોસ્પિટલમાં ફાયર સેફટીની સક્રિય સુવિધા, ઓક્સિજન સપ્લાયની પૂરતી વ્યવસ્થા, ઈમજન્સી એન્ટ્રી-એક્ઝિટની ફેસેલિટી પૂરતો બ્લડ પુરવઠો અને કવોલિફાય આઈસીયુ વોર્ડની વ્યવસ્થા છે કે કેમ તે જોવાની જવાબદારી કોની ?
ગયા મંગળવારે મારી આ જ કોલમમાં સરકારે કેવો દાટ વાળ્યો તેનું વિવરણ કર્યું હતું. કોરોના વોરિયર્સ : હરામ છે. એકેય કાગડો ધોળો
હોય તો એ શિર્ષક હેઠળના લેખમાં લખ્યું હતું કે મોટાભાગે એવી જ હોસ્પિટલોને કોવિડ-19 માટે સરકારી ઠેકો મળ્યો જે અમસ્તીય ચાલતી નહોતી. આવી હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલાથી માંડી વેન્ટીલેટરનાં પણ ઠેકાણા નથી. લેખ લખ્યાના બે જ દિવસમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગનકાંડે અમારી વાત સાચી ઠેરવી. જોકે આ રીતે સાચ્ચા પડ્યાનું અમોને ભારોભાર દુ:ખ છે પણ એથી ય વધુ દુ:ખની વાત સરકારે ઘડો ન લીધો તેનુંછે. આવી હોસ્પિટલો રૂપિયા ખંખેરવામાં કોઇ કચાસ છોડતી નથી. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જૂન મહિના સુધીમાં 20 લાખ ગ-95 માસ્ક, 9.38 લાખ ઙઙઊ ક્ટિસ, 8.5 લાખ હાઇડ્રોક્સાઇકલોરોક્વિન ગોળી અને 1504 વેન્ટિલેટર
આપ્યા પણ હરામ છે ગુજરાતના કોઇ દર્દીને તેનો લાભ મળ્યો હોય તો. કોઇ ઊલ્ટાનું હોસ્પિટલોમાં સેફટી સાધનોનું પણ નર્યું ડિંડક ચાલે છે. એકલા અમદાવાદમાં જ નહીં સમગ્ર રાજ્યમાં આવું ધૂપ્પલ ચાલે છે. ભાવનગરમાં 13માંથી 7 હોસ્પિટલો આવા માપદંડમાં ખરી ન ઉતરતાં તંત્રએ (કેવળ) નોટિસ ફટકારી. રાજકોટમાં સરકારે 19 હોસ્પિટલોને કોરોના સ્પેશિયલ ઠેરવી છે. આમાંની 9માં ધકેલ પંચા દોઢસો જેવો ઘાટ છે. સરકારી તંત્ર ઓછું પણ બદમાશ નથી. કાગળ ઊપર નિયમો આંતરરાષ્ટ્રીય પણ અમલમાં ધબૉય નમ: ! આગ ન લાગે ત્યાં સુધી કૂવો ખોદવાનું સૂઝે નહીં તેવા તંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય છે. અહીં આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીની તપાસો શરુ થાય, છોકરાં પડી જાય ત્યારપછી જ સ્કૂલવાનના ચેકીંગ થાય, ભૂવા (ખાડા) પડે પછી રોડ - રસ્તાની મરામત્ત થાય, તહેવારો આવે ત્યારે જ ભેળસેળની તપાસનાં નાટક થાય અને હોસ્પિટલમાં દર્દી જીવતા ભૂંજાય જાય પછી જ જવાબદારો સામે કડક કાર્યવાહીની ગિધ્ધડભપકી ઉચ્ચારાય. 8 ધોરણ પાસ આરોગ્યમંત્રી અને મતોની ઘાલમેલ કરનારા શિક્ષણમંત્રીની લાજ કાઢનારા મુખ્યમંત્રીના રાજમાં ન થાય એટલુ ઓછું. શ્રેય હોસ્પિટલની કરૂણાંતિકા પછી પણ આરોગ્યમંત્રીમાં રાજીનામું ધરી દેવાની નૈતિકતા બચી નથી તેનું બીજું કોઈ કારણ નથી. સરકારી મુખિયામાં જ ‘પાણી’ નથી. સારી ભાષામાં તેને ‘સંવેદનશીલ’ કહેવાય છે. તેઓને શાયદ પેલ્લી કાઠિયાવાડી કહેવતનો ખ્યાલ નથી જે કહે છે : વીંછી માને ખાય અને નાગણી તેનાં બચ્ચાંને ! અડધુ-પડધું મંત્રી મંડળ ખાઉધરું બની ગયું છે. જે રીતે પાણીમાં રહેલા માંસને માછલાં, આકાશમાં હોય તો પક્ષીઓ અને ધરતી પર હોય તો માંસાહારી લોકો તેમજ પશુઓ ખાવા માટે તૈયાર જ હોય છે તેમ કેટલાક તત્ત્વો ધનને હડપ કરવા તૈયાર જ બેઠા છે. શ્રેય હોસ્પિટલ તેનો નમૂનો છે. 25-30 વર્ષ જૂની આ હોસ્પિટલમાં ફાયર સેફટીનું છેલ્લે કયા અફસરે મૂલ્યાંકન કર્યું કોઈ માઈનો લાલ બતાવી દે. અરે હોસ્પિટલ પાસે ફાયર સેફટીની એનઓસી જ નથી. આ હોસ્પિટલ મૂળ કોંગ્રેસી એવા (સ્વ.) વિજય મહંત દાસના પુત્ર અને 2019માં ભાજપમાં ભળી ગયેલા તેમના પુત્ર ભરત મહંતની છે. ત્યાં તપાસ કરીએ તો સરકારનું પોતિકાપણું અને તંત્રનું હરામખાયું પેટ લાજે. ખરી રીતે તો વર્ષમાં એક વાર ફાયરસેફટીના સાધનોની ચકાસણી થવી જ જોઈએ. આગ ન લાગે તો’ય ‘મોક-ડ્રીલ’ કર્યા કરવી જોઈએ. ફાયર એકસ્પર્ટ એમ.એમ.ભુસ્કુટેનું કહેવું છે કે દરેક હોસ્પિટલ, કોર્મશિયલ કોમ્પલેક્ષ અને ઊંચી ઈમારતોમાં ફાયરસેફટીના સાધનો (દેખાડા ખાતર) વસાવાય ખરાં પણ તેનું રેગ્યૂલર ચેકીંગ કે ટેસ્ટીંગ કોઈ કરતું નથી. વાસ્તવમાં તેના માટે એન્યુઅલ (વાર્ષિક) કોન્ટ્રાકટ આપવો જોઈએ અને જેને ‘ટપ્પો’ પડે તેને મોનિટરીંગ સોપવું જોઈએ પણ આવા ધારાધોરણનું કયાંય પાલન થતું નથી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ નહીં. આમ છતાં આવા શહેરોને સ્માર્ટ સિટીના એવોર્ડ મળી જાય, બોલો ! ફાયર બ્રિગેડ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્ષમાં એકા’દ-બે વખત કહેવાતી મોક-ડ્રીલ કરે પરંતુ એ પૂર્વાયોજિત્ અને મેચ-ફિક્સિગં જેવી હોય છે. છાપામાં ફોટા છપાઈ જાય. પોતાનાં રેકોર્ડ સુધરી જાય. પછી પ્રજા જાય જહન્નમમાં. ખરે ટાણે તંત્ર કદાપિ ખપ લાગ્યું નથી. આવા નક્કામા, ખાઈ બદેલા, દેખાવનાં અને માથે પડેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયરબ્રિગેડને શું ધોઈ પીવા ? સ્થિતિ એ હદે કથળી છે કે પૂછોમાં વાત. લોકો ઘરમાં સેફ નથી કેમ કે આવકનાં નામે ધબૉય નમ: છે. બહાર સેફ નથી-કોરોનાનો ચેપ લાગી શકે. સ્કૂલમાં છાત્રો સેફ નથી - ફી માફિયા ફાડી ખાય છે. ઘરે સેફ નથી - ઓનલાઈન સ્કૂલિંગથી ડિ-પ્રેશનમાં આવી જાય છે. બેન્કમાં પૈસા સેફ નથી-કૌભાંડિયા મસમોટી રકમ લઈ રફ્ફૂચક્કર થઈ જાય છે. બેન્કો પોતે દેવાળું ફૂંકી રહી છે. હોસ્પિટલમાં દર્દી સેફ નથી - દવા કે સારવાર વગર યા તો અગનકાંડ જોવા હાદસાથી ભરખાય જાય છે. જાવું કયાં ? જીવવું કેમ ? સરકાર દાનત અને ત્રેવડ વગરની છે. પરિણામે દૂર્ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લેતી. સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે ગુનેગાર છૂટી જાય ત્યારે ન્યાયધીશ ગુનેગાર ગણાતો હોય છે. કોઈપણ સરકારનો સૌથી મજબૂત સ્તંભ ન્યાયી પ્રશાસન છે, એમ જ્યોર્જ વોશિંગ્ટન ખાલી બોલવા ખાતર બોલી ગયા નથી. પ્રજા સરકારનાં આવા બેજવાબદારીભર્યા વલણ-વર્તનથી ગળે આવી ગઈ હોય તો ક્ધનડ કહેવત યાદ રાખે કે ! જો તમો કોઈ એક વ્યક્તિ (કે પક્ષ)થી વારંવાર છેતરાવ તો વાંક તમારો છે ! આ કહેવત ગુજરાતને ખાસ લાગૂ પડે. રાજ્ય સરકાર સાવ નિકમ્મી બની ગઈ છે. પ્રજાના જીવનની કિંમત કોડીની નથી. કીડાં મકોડાની જેમ માનવીઓનાં ભોગ લેવાતા જાય છતાં નૈતિકતા ખાતર કોઈ પ્રાયશ્ર્ચિત્ કરવા પણ તૈયાર નથી, હોદ્દા પરથી રાજીનામું તો બહુ દૂરની વાત છે. સંસ્કૃતમાં એક સૂત્ર છે. વિવેક ભ્રષ્ટાનામ્ ભવતિ વિનિપાત : શત મુખા. અર્થાત: એકવાર માણસ (કે સરકાર) વિવેકમાંથી ભ્રષ્ટ થાય છે પછી એનું અધ:પતન સો માર્ગે થવા માંડે છે. પેટા-ચૂંટણીઓ દૂર, કોઈ મંત્રી પોત-પોતાનાં મતક્ષેત્રમાં આવે ત્યારે જેને માનતા હોય તેના સમ દઈને પૂછે તો પ્રજા એક જ પ્રતિ-પ્રશ્ર્ન પૂછતી જણાય : અતિથિ તૂમ કબ જાઓગે…!

રિલેટેડ ન્યૂઝ