શાળામાં વર્ગ ઘટાડવાની પ્રક્રિયા સ્થગિત રાખવા માટે પરિપત્ર

જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ વિભાગની સુચના

કોરોનાની મહામારી બેકાબુ થતા શાળાઓમાં વર્ગ ઘટાડવાની અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ માસ પ્રમોશન આપવાથી 100 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે અને હાલ કોરોના હળવો પડતા હાલ આ વર્ગ ઘટાડવાની પ્રક્રિયા સ્થગિત રાખવા માટે પરિપત્ર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને સુચના આપવામાં આવી છે.
કે.સને, 2020-21 માં શિક્ષણ વિભાગના તા. 21-1-20 ના ઠરાવથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો. 9 થી 12 ના વર્ગોમાં વર્ગદીઠ વિદ્યાર્થી
સંખ્યામાં છૂટછાટ આપી શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 36 ને બદલે 25 વિદ્યાર્થી સંખ્યા અને 1 કરતા વધારે વર્ગો માટે 60+36 ને બદલે 42+25 વિદ્યાર્થી સંખ્યા તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 24 ને બદલે 18વિદ્યાર્થી સંખ્યા અને એક કરતા વધારે વર્ગો માટે 60+24ને બદલે 42+18 વિદ્યાર્થી સંખ્યા સાથે વર્ગો ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલ તે બાબતે શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરતા આ પ્રક્રિયા સ્થગિત
રાખી છે.
ઉપરોક્ત વિગતે આગામી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી વર્ગ ઘટાડાની પ્રક્રિયા હાલ સબબ સ્થગિત રાખવા આથી જણાવવામાંઆવે છે અને જો જિલ્લાની કોઈ શાળામાં આ પત્રથી અપાયેલ સુચના પૂર્વે
મુજબના કોઈપણ વર્ગ ઘટાડાના આદેશ કરેલ હોય તો આવા આદેશને પણ હાલ સબબ સ્થગિત રાખવા શિક્ષણ વિભાગે સુચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ