શહેરમાં રસ્તા અને સફાઈને પ્રથમ અગ્રતા : પ્રદિપ ડવ

સ્વચ્છ અને ગંદકી મુકત શહેર બનાવવા મેયરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

શહેરને સ્વચ્છ અને ગંદકીના ન્યુસન્સપોઈન્ટ મુક્ત શહેર બનાવવા મેયર ડો.પ્રદીપડવના અધ્યક્ષ સ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે તા.20/07/2021ના રોજ મીટીંગ યોજાઈ બહારથી આવતા લોકોને શહેરના રસ્તા અને સફાઈની ગુણવત્તા સૌપ્રથમ ધ્યાને આવેછે. મેયર ડો.પ્રદીપડવ
રાજકોટ શહેરને સ્વચ્છ
રળિયામણું અને ગદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત કરવા મેયર ડો.પ્રદીપ વના અધ્યક્ષ સ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે તા. 20/07/2021ના રોજમીટીંગ યોજાઈ હતી.
આ મીટીંગમાં સેનિટેશન કમિટી ચેરમેન
અશ્વિનભાઈ પાંભર, ડેપ્યુટી કમિશનરશ્રી એસ.કે.સિંઘ, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, તમામ વોર્ડના એસ.આઈ એસ.એસ.આઈ. વિગેરે ઉપસ્થિત રહેલ
આ મીટીંગમાં મેચર ડો પ્રદીપડવએ જણાવેલ કે, આપણી કલ્પના છે કે, શહેર વધુ સુંદર અને સ્વચ્છ બને આ માટે કાગળ પર નહિ પણ, ગ્રાઉન્ડ લેવલ પર જઈ કામગીરી કરશું તો પરિણામ અવશ્ય મળશે, દેશના
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરેલ, જે અભિયાનનું ખુબજ સારું પરિણામ મળેલ છે. લોકોમાં તેમજ સ્કુલના બાળકોમાં પણ સફાઈ પ્રત્યે જાગૃતિ આવેલ છે તે જ રીતે શહેરને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત કરવા લક્ષ્ય નક્કી કરી, કામગીરી કરવા અને ન્યુસન્સ પોઈન્ટ પર કઈ વ્યક્તિ દ્વારા કચરો નાખવામાં આવે છે તેની પૂરી ચકાસણી કરી, તે વ્યક્તિ સામે જરૂરી પગલા લેવામાં આવે તો જ પરીણામ મળશે. સ્થાનિક રહેવાસીઓમાં સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પત્રિકા વિતરણ કરવા, નિયમિત સફાઈ થાય તે અંગેની વ્યવસ્થા કરવા તેમજ જરૂર પડે તો સિકયુરિટીની વ્યવસ્થા કરવા તેમજ શહેરના મુખ્યમાર્ગો પરના ન્યુરાન્સ પોઈન્ટ શક્ય બને તો દૂર કરવા તેમણે જણાવેલ
વિશેષમાં, મેયરએ જણાવેલ કે, સ્વચ્છતા સંરક્ષણમા ઇન્દોર શહેરનો પ્રથમ નંબર આવતો હોય તો આપણા શહેરનો નંબર કેમ ન આવી શકે? એસ.આઈ. તેમજ
એસ.એસ.આઈ. એ ફિલ્ડમાં રહી, શહેરની સફાઈ કામગીરીનું નિયમિત મોનીટરીંગ કરવું જોઈએ. કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ માટે અમોને જાણ કરવામાં આવશે તો આવી મુશ્કેલીઓનું પણ નિરાકરણ કરવામાં આવશે. આ મિટિંગમાં સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવેલ કે, ત્રણેય ઝોનમાં સફાઈ માટે એસ.આઈ, એસ.એસ.આઈ. તેમજ મુકાદમ વિગેરેની જવાબદારી ફિક્સ કરવી જોઈએ તેમજ જે વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોના સફાઈ કામદારો મારફત સફાઈ કરાવવામાં આવતી હોય તેવા વિસ્તારોમાં 30% કાયમી સફાઈ કામદારો પણ ફાળવવા જોઈએ તેમજ કચરાથી ભરાયેલા વ્હીલબરો પડતર ન રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આ મિટિંગમાં ડે.કમિશનર એ
કે.સિંહે જણાવેલ કે, મેયરએ શહેરને ગંદકી ન્યુસન્સ પોઈન્ટ મુક્ત શહેર બનાવવાનું અભિયાન શરુ કરેલ છે. જેને પુરતી સફળતા મળે તે મુજબ કામગીરી કરવી આપણા સૌની ફરજ છે. વોર્ડમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટની દરરોજ મુલાકાત લઇ, લોકો ત્યા કચરો ન નાખે તેવા પ્રયત્ન સતતપણે કરતા રહેવા તેમણે જણાવેલ. કર્મચારીઓનું મોનીટરીંગ જેટલું સારું તેટલી વધુ સફળતા મળશે તેમજ કર્મચારીઓને કોઈ મુશ્કેલી હોય તો તે રજૂ કરવા તેમણે જણાવેલ
આ મીટીંગના અંતે તમામ એસઆઇ, એસ.એસ.આઈ. ને તેમના વોર્ડમાં સફાઈ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ