શહેરના રસ્તાઓને વરસાદથી અંદાજે 35 કરોડનું નુકસાન

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, (સિનિયર કોંગ્રેસ અગ્રણી), શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોક સંસદ વિચાર મંચના એડવોકેટ ઇન્દુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, ચંદ્રેશ રાઠોડ, હિતાક્ષીબેન વડોદરિયા, સરલાબેન પાટડિયા ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટમાં બે દિવસ સુધી રેકોર્ડ બ્રેક વરસાદથી રાજકોટ મહાનગરપાલિકાના 12500 ચોરસ મીટરનો રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને છેલ્લા પાંચ થી સાત વર્ષના રેકોર્ડમાં સામાન્ય વરસાદમાં પણ અંદાજે 35 કરોડનું નુકસાન થયું છે ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તાર મા મુંજકા અને માધાપર ભળી જવાથી રાજકોટ મહાનગરપાલિકાનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું છે અને વર્ષ 2020માં રાજકોટ મહાનગરપાલિકાએ સર્વેમાં 51 કરોડ રસ્તા ભાગી ગયા હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ છે. ગત વર્ષે ગુજરાતસરકાર પાસે રસ્તાની મરામત માટે ભીખ માગી હતી ત્યારે ગુજરાત સરકારે ગત વર્ષે 25 કરોડ રસ્તા માટે આપેલ હતા. રાજકોટ શહેરમાં છેલ્લા પાંચેક વર્ષમાં સામાન્ય વરસાદમાં પણ અંદાજે 35 કરોડ રૂપિયા જેટલું
નુકસાન રસ્તામાં વરસાદને કારણે થયું હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના સર્વેના રેકોર્ડ પર છે ત્યારે ચાલુ વર્ષે ફક્ત સાડા ત્રણ કરોડનું નુકસાન એ માનવામાં ન આવે અને મેયર અને કમિશનર નો જે નુકસાનનો અંદાજ છે તે દાવો પોકળ હોઈ શકે ? રાજકોટ મહાનગરપાલિકાનું જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવી નીતિ થી રાજકોટ શહેરના નાગરિકો પરેશાન છે. કારણ કે છેલ્લા બે વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાએ વાહનવેરા પેટે અંદાજે 30 કરોડ રૂપિયા કટકટાવી લીધા છે અન્ય વેરા જુદા ત્યારે તંત્ર લોકોને સુવિધા આપવામાં પાછી પાની કરી છે. અને શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

રિલેટેડ ન્યૂઝ