વેક્સિનેશનના 30 મિનિટના ઓબ્ઝર્વેશન પછી તમામ સ્વસ્થ, કોઈ આડઅસર નહીં

વેક્સિન માટે રોજ 100-100 લાભાર્થીને કરાશે મેસેજ: પંડ્યા

રાજકોટ તા. 16
રાજકોટ શહેર-જિલ્લામાં નવ સ્થળે વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. જેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, 100-100 લાભાર્થીને રોજ મેસેજ કરાશે, તેમ નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વિશ્વમાં સૌથી મોટા વેક્સિનેશનના પ્રારભનો આ એક અભૂતપૂર્વ અનુભવ રહ્યો.
રાજકોટમાં સૌથી પહેલી વેક્સિન સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેડન્ટ ડો. પંકજ બુચે લીધી છે, જે પણ એક અપૂર્વ ઘટના છે. આ ઉપરાંત સિવિલના અંજનાબહેન, નર્સિંગ સ્ટાફ કાજલબહેને વેક્સિન લીધી છે. તેમજ કોરોના વોરિયર્સ એવા પ્રાઇવેટ ડોક્ટર ડો. અમિત તથા બબિતા હાપાણી, ડો યજ્ઞેશ તથા સ્વાતિ પોપટને વેક્સિન અપાઈ છે. અને 30 મિનિટના ઓબ્ઝર્વેશન પછી તમામ સ્વસ્થ છે. કોઈને અન્ય કોઈ ચિહ્નો જણાયા નથી. ખુદસિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ વેક્સિન લેતા હોય ત્યારે સામાન્ય લોકોમાં તેના અંગે વિશ્વાસ વધશે. તેમણે કહ્યું હતું કે, પહેલા દિવસે મેડિકલ અને પેરામેડિકલ તેમજ સંલગ્ન સ્ટાફનું વેક્સિનેશન કરાયું
હતું. કલેક્ટર ઓફિસના સ્ટાફ અને અન્યોને બીજા તબક્કામાં વેક્સિનેશન અપાશે.
પંડ્યાએ કહ્યું કે, વેક્સિન માટે પીનકોડ મુજબ જ મેસેજ આવશે. જે વિસ્તારનો મેસેજ હશે ત્યાં જ વેક્સિનેશન લઈ શકાશે. એક
એરિયામાં નોંધણી થયેલા લોકોનું અન્ય વિસ્તારમાં કે બૂથ પર વેક્સિનેશન થઈ શકશે નહીં.

રિલેટેડ ન્યૂઝ