વિજયભાઇ રૂપાણી કાર્યકરથી માંડી મુખ્યમંત્રી સુધીની સફર

વિદ્યાર્થીકાળથી રાષ્ટ્રવાદી વિચારધારા, 1971માં આરએસએસમાં અને 24 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા

સંગઠનમાં તપશ્ર્ચર્યા કરી પ્રદેશ પ્રમુખ બન્યા

રાજકોટના મેયર, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન, કેબીનેટમંત્રી અને સાંસદ પણ રહી ચૂક્યા છે રૂપાણી

5 ઓગસ્ટ 2016ના રોજ મુખ્યમંત્રી તરીકે વરણી: 22 ડિસેમ્બર 2017ના રોજ રિપીટ વરણી
2016માં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપી દીધા બાદ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની ગતિવિધિ શરુ થઇ હતી તેમની હરીફાઈમાં અન્ય સિનિયર નેતાઓ પણ હતા તેમ છતાં 5 ઓગસ્ટ 2016ના રોજ તેઓની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઝળહળતો વિજય અપાવ્યો હતો અને ફરીથી 22 ડિસેમ્બર 2017ના રોજ મુખ્યમંત્રી તરીકે રિપીટ વરણી કરવામાં આવી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સુસાશન સંભાળી રહેલા વિજયભાઇ રૂપાણીનો આજે જન્મદિવસ છે તેઓ હકીકતમાં સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહિ પરંતુ સીએમ એટલે કોમન મેન તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત રાજ્યના 23માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓનો આવતીકાલેે જન્મદિવસ છે તેઓની રાજકીય, સામાજિક અને પારિવારિક વાત કરવામાં આવે તો 2 ઓગસ્ટ 1956માં વિજયભાઇનો જન્મ બર્માના રંગૂનમાં થયો હતો જન્મની સાથે જ તેઓ 1960માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા ત્યારથી રાજકોટમાં જ વસવાટ કરી રહ્યા છે . તેઓ જન્મે બર્મીસ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં તેઓ કર્મે ગુજરાતી બની ગયા હતાં
વિજયભાઈ રૂપાણી 1971ની સાલમાં આરએસએસ અને જનસંઘ સાથે જોડાયા હતા વિજયભાઈ રૂપાણીને વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં રુચિ હતી આ રુચિને પૂરી કરવા માટે એબીવીપીના કાર્યકર્તા તરીકેજોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો તેમજ આ જ રાજકારણમાં ઊંડા ઉતરવા માટે તેઓ માત્ર 24 વર્ષની ઉમરે ભાજપમાં જોડાયા હતા તેઓએ બીએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. વિજયભાઈ રૂપાણીની રાજકીય
સફર પર એક નજર કરીએ તો 24 વર્ષની ઉમરે ભાજપમાં જોડાયા બાદ 1987 માં રાજકોટ કોર્પોરેશનની ચૂટણી જીતીને તેઓ કોર્પોરેટર બન્યા હતા 1987 માં કોર્પોરેટર બન્યા બાદ તેઓ 1996 થી 1997 એક વર્ષ સુધી રાજકોટ મહાનગર પાલિકાના મેયર પણ રહી ચૂક્યા છે તે ઉપરાંત 1988થી 1995 એટ્લે કે 8 વર્ષ સુધી તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન પદ પણ સંભાળી ચૂક્યા છે આ ઉપરાંત 4 ટર્મ સુધી તેઓને મહામંત્રી અને પ્રવક્તાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. 2006માં ગુજરાત રાજ્યના ટુરિજમ વિભાગના ચેરમેનનું પદ પણ સોંપવામાં આવ્યું હતું 2006 થી 2012 સુધી એટ્લે કે 6 વર્ષ સુધી રાજસભાના સાંસદ તરીકે રહી ચૂક્યા છે 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે યસસ્વી કામગીરી નિભાવી ચૂક્યા છે 2014માં જ્યારે વિધાનસભા 69માં ધારાસભ્ય અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવતા ત્યાં પેટા ચૂટણી યોજાઇ હતી ત્યાંથી વિજયભાઈ રૂપાણીએ ચૂટણી લડી હતી અને કોંગ્રેસનાં જયંતિભાઈ કાલરીયાને હરાવી તેઓએ જંગી બહુમતિથી જીત હાંસલ કરી હતી અને ધારાસભ્ય બનીને પાણી પુરવઠા , શ્રમ અને રોજગાર , માર્ગ અને વાહન વ્યવહાર નિગમના મંત્રી બન્યા હતા
મંત્રી પદની સાથોસાથ તેઓને 2016માં ફેબ્રુઆરી માહિનામાં જ પ્રદેશ ભાજપ પ્રમુખનું સુકાન પણ સોંપવામાં આવ્યું હતું તેઓ મંત્રી હોવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખ
તરીકેની જવાબદારી નિભાવતા હતા સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર પણ રહી ચુકયાં છેરિલેટેડ ન્યૂઝ