વાયબ્રન્ટ સમિટ પહેલા વધુ 12 MOU થયા

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત દરેક ક્ષેત્રે દેશની પ્રગતિ-વિકાસમાં મોટુ યોગદાન આપવા તત્પર

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે.
આ સમિટની ફળશ્રૃતિએ
ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાયબ્રન્ટ સમિટ 2022 આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે.
આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12
દરમ્યાન યોજાનારી આ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે
કોલ આપ્યો છે તેને આ વાયબ્રન્ટ સમિટની નઆત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલસમિટ 2022ના પૂર્વાર્ધરૂૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે એમઓયુનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
આ સોમવારે ખઘઞની ત્રીજી કડીમાં જે
ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, એપીઆઈ, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.
આ મૂડીરોકાણો
દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

રિલેટેડ ન્યૂઝ