લોધીકાના પાળ ગામે નશાખોર પતિએ માર મારતાં પત્નીએ ઝેર પીધ

ખાંભામાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ઝેરી દવા ગટગટાવી

લોધીકાના પાળ ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી પરપ્રાંતિય પરિણીતાને નશાખોર પતિએ દારૂના નશામાં મારમાર્યો હતો. નશાચૂર પતિના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા
મળતી વિગત મુજબ, લોધીકાના પાળ ગામે પરિવાર સાથે મજૂરી કામ કરતી જેતાબેન આબુભાઈ માવી નામની 30 વર્ષની આદીવાસી પરિણીતાએ રણછોડપરીની વાડીએ બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણીના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. તેણીને સંતાન નથી પતિ દારૂ પી અવાર-નવાર મારકૂટ કરતો હોવાથીતેણીને લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મુળ ગોધરા પંથકના વતની અને હાલ લોધીકાના ખાંભા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા
ભરતભાઇ નાનાભાઈ નાયક નામના 46 વર્ષના પ્રૌઢે મધરાત્રે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભરતભાઈ નાયકે દારૂ પીધો હતો. જે બાબતે પત્નિએ ઠપકો આપતા દંપત્તી વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની સાથે ઝઘડો થતાં માઠુ લાગી આવતાં પતિએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને બનાવ અંગે લોધીકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છ.ે

રિલેટેડ ન્યૂઝ