લોધિકામાં અસરગ્રસ્તોને સહાય ચૂકવવા સીએમને રજૂઆત

ધારાસભ્ય સાગઠિયા, સાંસદ કુડારિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

રાજકોટના લોધિકામાં પડેલા ભારે વરસાદ બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે લોધિકા તાલુકામાં વરસાદના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાર્કને જે
નુકશાની થઈ છે અને લોકોના ઘરવખરી સામાનમાં જે નુકશાન થયું છે. ખેડૂતોનું અને લોકોના અનાજ જે નુકશાની થય છે. વીજપોલ પડી ગયા હતા અને જે નુકશાન થયુ છે. તેની રજૂઆત કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયા -ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્વારા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લા કલેકટરને તાત્કાલીક સર્વે કરતા સુચના આપી અને સર્વે
કરી લોકોને સહાય કરવા સુચના આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ