લોકડાઉનમાં રાજકોટમાં 400 લગ્નની અરજી આવી

રાજકોટ: તા.28
કોરોના લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંજૂરી આપવામાં આવી છે. લગ્ન પ્રંસગમાં બંને પક્ષના કુલ 50 સભ્યો હાજર રહી શકશે. આ ઉપરાંત લગ્ન સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. માત્ર લગ્નવિધિને મંજૂરી આપી હોવાથી વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવા કોઈપણ કાર્યક્રમ યોજી શકાશે નહીં. એટલું જ નહી, જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનો લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી અનેક લગ્નપ્રસંગો અટકી પડ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લામાં નિયમોનેઆધીન 400 જેટલા લગ્નને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન 4 જાહેર થતા સરકાર દ્વારા નોન ક્ધટેન્મેન્ટ વિસ્તારોમાં કેટલીક છૂટછાટો સાથે લગ્નપ્રસંગને લઈને
પણ ગાઈડલાઈન બહાર પાડવામા આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં 400 લગ્ન માટે અરજીઓ આવી હતી.

રિલેટેડ ન્યૂઝ