લોકડાઉનના ફફડાટથી બજારોમાં ખરીદી માટે ઉમટી પડેલા લોકો

પરાબજાર, દાણાપીઠ, જયુબિલી રોડ સહિતની બજારોમાં ચિકકાર ગીર્દી

રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોના વાઈરસ પર અંકુશ લગાવવા માટેને તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી સંગઠનો હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
ત્યારે લોકોમાં લોકડાઉન શંકા જાગી છે. કર્ફ્યૂમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની ચિંતા સાથે રાજકોટમાંમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો નિયમો નેવે મૂકી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાલબજારમાં ટ્રાફિક જામ સર્જાયો છે અને ઠેર ઠેર ચિકકાર ગીર્દી જેવા મળે છે.
રાજકોટીયન્સ લોકડાઉનનું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો
સર્જાયા હતા.
શહેરના હાર્દસમા પરાબજાર, દાણાપીઠ, જ્યુબિલી રોડ સહિતનાં વિસ્તારોમાં કોરોના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે જો મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ
વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે.

રિલેટેડ ન્યૂઝ