લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડના પ્રમુખનો શપથ સમારોહ યોજાયો

શહેરના મેયર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

વિશ્ર્વની સૌથી મોટી સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની રાજકોટ પાંખ , લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ નો વર્ષ 2021-22 નો શપથ ગ્રહણ સમારોહ હોટલ સીઝન્સ ખાતે યોજાયો.આ સમારોહ માં પ્રમુખ તરીકે ડીએસએન ગ્રુપ ના યુવા ઉદ્યોગપતિ નીરજ અઢિયા, સેક્રેટરી તરીકે આર્કિટેક્ટ સંજય કલાકણી , ખજાનચી તરીકે યુવા એડવોકેટ ડેનિશ સિણોજીયા, પીઆરઓ તરીકે કિશન ભલાણી વિગેરે તેમજ બોર્ડ મેમ્બર્સ ની શપથ વિધિ કરવામાં આવી.
આ સમારોહ માં શપથ ગ્રહણ અધિકારી તરીકે વડોદરા થી પૂર્વ ગવર્નર રમેશ પ્રજાપતી તથા નવા સભ્યો ના શપથ ગ્રહણ
અધિકારી તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ના લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંત મોવલિયા ઉપસ્થિત હતા. મુખ્ય મેહમાન તરીકે જામનગર થી વાઇસ ગવર્નર એસ કે ગર્ગ, પોરબંદરથી વાઇસ ગવર્નર હિરલબા જાડેજા તેમજસૌરાષ્ટ્રની વિવિધ ક્લબ વાકાનેર, મોરબી, જામનગર , ખંભાળિયા, અમરેલી, જસદણ, શિહોર, જેતપુર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ના લાયન્સ હોદ્દેદારો ઉપસ્થિત હતા. આ સમારોહ માં રાજકોટ ના પ્રથમ નાગરિક
યુવા મેયર ડો પ્રદીપ ડવ , કૌશલ શેઠ , ડો પ્રીયુલ શાહ , દીપલ શેઠ તેમજ ડો નેહા શાહ એ લાયન્સ સભ્ય તરીકે ના શપથ ગ્રહણ કર્યા.મેયર પ્રદીપ ડવ એ લાયન્સ ક્લબ ને જયારે પણ જરૂર પડે અને સંયુક્ત રીતે સમાજ ઉપયોગી કર્યો કરવા તત્પરતા બતાવી હતી.નવા સભ્યો ને શપથ ગવર્નર વસંત મોવલિયા એ લેવડાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ