રોડ-રસ્તા સફાઈ મુદ્દે અધિકારી સાથે મીટીંગ યોજતા મેયર

મેટલ, મોરમ કામ ત્વરીત શરૂ કરવાની સૂચના અપાઈ

મેયર ડો.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, ગઈકાલ રાજકોટ શહેરમાં ખુબજ ભારે વરસાદ આવેલ. જેના કારણે શહેરના ઘણા રસ્તાઓ પર ખાડાઓ પડી ગયેલ. આ તમામ રસ્તાઓના ખાડાઓમાં મોરમ, મેટલ, કપચી, પેવિંગ બ્લોક વિગેરે દ્વારા તાત્કાલિક મરામત કરવા અને સફાઈની કામગીરીને સઘન બનાવવા સિટી એન્જીનીયર વાય.કે. ગોસ્વામી, કે.એસ. ગોહેલ, એચ.એમ. કોટક, ડે.એન્જીનીયર પટેલીયા તથા સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, તથા નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે ભારે
વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટીના અંદરના રસ્તાઓમાં નુકશાન થયેલ હોય તેનું તમામ વોર્ડમાં સર્વે કરવા મેયરશ્રીએ જણાવેલ. જે અનુસંધાને ઈસ્ટઝોનમાં કુવાડવા રોડ, નવો જુનો મોરબી રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરીયા રોડ, કડવાભનુ રોડ, શ્રીનગર મણીનગર મેઈન રોડ, વ્રજભુમી માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારીયા રોડ, સ્વાતિ 80 ફુટ રોડ તેમજ સેન્ટ્રલઝોનમાં મનહર પ્લોટ-10,હાથીખાના-2, કુંભારવાડા-9, ઘનશ્યામનગર થી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, રૂખડીયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ ઉપરાંત વેસ્ટઝોનમાં રામાપીર ચોકડીથી શીતલ પાર્ક,
રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રીંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસયોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર નગર, 80 ફુટ રોડ, ગોકુલધામ મેઈન રોડ, અંકુરનગર મેઈન રોડ વિગેરે નાનામોટા ખાડાઓ પડેલ છે. સર્વે કરવામાં આવેલ તમામ રસ્તા પર ખાડાઓમાં મેટલ, મોરમ, કપચી તેમજ પેવિંગ બ્લોક વિગેરે નાંખી તાકીદે મરામત કરવા સુચના આપવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ