રૂડાના બાવન ગામ માટે 400 કરોડની પા.પૂ. યોજનાનો સર્વે શરૂ

પાઇપલાઇનથી પાણી આપવુ, સમ્પ બનાવવા સહિતની કામગીરીનો બનેલો એકશન પ્લાન

રાજકોટ, તા.3
રાજકોટ મહાપાલિકાની હદ બહારના અને રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) હેઠળ આવતા બાવન ગામ માટે પીવાના પાણીનો એકશન પ્લાન બનાવવામા આવ્યો છે. તેના જ ભાગરૂપે પાઇપલાઇન બીછાવવી, સમ્પ બનાવવા સહિતના કામ માટે રૂ.400 કરોડની પાણી પુરવઠા યોજના માટે સર્વે શરૂ કરવામા આવ્યો હોવાનો રૂડાના સી.ઇ.ઓ. ચેતન ગણાત્રાએ જણાવ્યુ હતુ.
રૂડા હેઠળના બાવન ગામને આવરી લઇને એકશન પ્લાનને બે ઝોનમાં વિભાજીત કરવામા આવ્યો છે. પ્રારંભિક તબક્કે રાજકોટ મહાપાલિકામાં સમાવેશ થનાર મુંજકા, મોટામવા,
માધાપર સહિતના વિસ્તારોમાં પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામા આવશે અને ઘરે ઘરે નળ મારફતે પાણી આપવામા આવશે.
રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) હેઠળ આવતા બાવન ગામ માટે પીવાના પાણીનો રૂ.400કરોડનો એકશન પ્લાન રૂડાના તત્કાલિન સી.ઇ.ઓ. અને હાલમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા પરિમલ પંડ્યાએ બનાવીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. તેની વહીવટી પ્રક્રિયા આગળ ધપી કે ત્યા કોરોનાની
મહામારી આવી પડી. ત્રણ મહિનાના બ્રેક બાદ અંતે રૂડાએ આ કામ હાથ પર લીધુ છે. રૂડાના સી.ઇ.ઓ. ચેતન ગણાત્રાએ જણાવ્યુ હતુ કે, રૂડા વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાના કામ માટે સર્વે ચાલુ કરી દેવામા આવ્યો છે. કામનો એક કાચુ વર્ક પ્લાનિંગ તૈયાર થયા બાદ એસ્ટિમેટ તૈયાર કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

રિલેટેડ ન્યૂઝ