રિક્ષા ચાલકની મશ્કરી કરી બાઈક સવાર ત્રિપુટીનો છરીથી ખૂની હુમલો

રાજકોટમાં 24 કલાકમાં હત્યા, સાપરાધ મનુષ્યવધ અને હત્યાની કોશિષનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ

ગંભીર રીતે ઘવાયેલા યુવકને સાવરારમાં ખસેડાયો ; હુમલાખોર ત્રણેય શખ્સ વિરુધ્ધ પોલીસ ફરિયાદ

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ 24 કલાકમાં હત્યા, સાપરાધ મનુષ્યવધ અને હત્યાની કોશિશ ની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં રીક્ષા ચાલક યુવક યુવકની મશ્કરી કરી બાઇક સવાર ત્રિપુટીએ યુવક ઉપર છરી વડે હુમલો કર્યો હતો યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ બનાવ અંગે પોલીસમાંથી
જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આમિત કિશોરભાઈ ભેંસજાળીયા નામનો 21 વર્ષનો યુવક રાત્રિના આઠેક વાગ્યાનાઅરસામાં પોતાના મિત્ર હરકેશ ભરવાડ અને ગૌરવ ભરવાડ સાથે પોતાની રિક્ષા લઈ પેડક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળક હનુમાન મંદિર પાસે પહોંચતા બાઇકમાં ધસી આવેલા અનુરાગ અગ્રવત, પાર્થ કોળી અને
સંજય ગુપ્તાએ ચાલુ બાઇકે રિક્ષા ચાલક યુવાનને માથામાં ટપલી મારી મશ્કરી કરી હતી અને ઉપર જતા રીક્ષા સરખી ચલાવવાનું કહી રીક્ષા રીક્ષાને આંતરી હતી અને ત્રણેય શખ્સોએ ઝઘડો કરી અમિત ભેંસજાળીયા ઉપર છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અમીતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે ચામુંડા સોસાયટીમાં રહેતા અમિતના ભાઈ નરેશ કિશોરભાઈ ભેંસજાળીયાએ હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાની કોશિશ નો ગુનો નોંધી ત્રણેય શખ્સો સામે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ