રિંગણા સસ્તા! રૂા.40ના કિલો, મેથી રૂા.10ની એક પૂળી

રાજકોટ યાર્ડમાં શાકભાજીની ચિક્કાર આવક થતાં ભાવમાં ઘટાડો

યાર્ડમાં સસ્તા મળતા શાકભાજીના લારીમાં બમણા ભાવ વસુલાતા હોવાની ગૃહિણીઓની રાવ

શિયાળાની રંગત જામતિ જાય છે અને ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેની સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં શાકભાજીના ઢગલા ઠલવાયા હતા અને ભાવમાં પણ આશિંક ઘટાડો થયો છે. પરંતુ, ફેરીયાઓ દ્વારા ભાવ ડબલ લેવામાં આવતો હોવાની બૂમરાણો ઉઠી છે. જો કે સરકાર દ્વારા કરફર્યુંની જાહેરાત થતાં શાકભાજીના વેંચાણમાં પડાપડી થશે. તેમજ રિંગણા સહિતના શાકભાજી સોંઘા થયા છે.
શિયાળાની મૌસમમાં આવતા લીલા ચણા (ઝીંઝરા)નો પાક આ વર્ષે પૂષ્કળ પ્રમાણમાં થયાનું મનાઈ રહ્યું છે. મગફળીનો જેમ ખાટી શીંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છ.ે તેમ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ઝીંઝરાને
શેકીને ખાવામાં આવે છે. યાર્ડમાં 30 ક્વિન્ટલ ઝીંઝરાની આવક થઈ હતી અને તે રૂા.120થી 400ના 20 કિલોના ભાવે વેચાયા હતા. જો કે છૂટક બજારમાં તેના ઘરના ઉંચા ભાવ લેવામાં આવી રહ્યા છે અને હજૂ પૂરતી આવકની રાહ પણ જોવામાં આવી રહી છે.
શાકભાજીના ભાવ યાર્ડમાં નીચા લેવાયા હતા. જ્યારે ફેરીયાઓ દ્વારા હજુ પણ અછતના ભાવ લેવામાં આવી રહ્યા છે. યાર્ડમાં દૂધીના કિલો રૂા.3થી 8 લેવાય રહ્યા છે. જ્યારે ફેરીયાઓ રૂા.40
પડાવી રહ્યા છે. રિંગણા રૂા.4થી 9ના ભાવે વેંચાયા હતા જે લારી વાળાઓ રૂા.40 પડાવી રહ્યા છે. ઉપરાંત ગાજર, મેથી, ગલકા સહિતના શાકભાજી પણ સોંઘા થયા છે. યાર્ડમાં પરંતુ લારીવાળા જૂના ભાવ પડાવી રહ્યા છે.જેથી ગૃહીણીઓમાં દેકારો મચી ગયો છે.
યાર્ડમાં સૌથી વધુ ટમેટાની 1300 ક્વિન્ટલની આવક થઈ હતી. રૂા.12થી 14ના કિલો લેખે વેંચાયા હતા. જેનો બજારમાં રૂા.70થી 80 ભાવ પડાવવામાં આવી રહ્યો છે. જ્યારે યાર્ડમાં
ડુંગળી રૂા.15થી 50 બજારમાં 100થી 150, બટેટા યાર્ડમાં રૂા.25થી 30ના ભાવે વેંચાઈ રહ્યા છે અને લારીમાં રૂા.50નો ભાવ બોલાઈ રહ્યો છે. યાર્ડમાં ખેડૂતો પાસેથી એકદમ સસ્તા ભાવે ખરીદી લેવામાં આવતી શાકભાજીના ફેરીયા અને વિક્રેતાઓ દ્વારા ત્રણ ગણા ભાવ પડાવવામાં આવી રહ્યા છે.
ફળફુલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીની સાથે ફ્રુટમાં પણ લોકલ બજારમાં ખરીદતા લોકો વિચાર કરી રહ્યા છે. યાર્ડમાં
બોલાતા ભાવ કરતા સ્થાનિક બજારમાં વેપારીઓ, વિક્રેતા અને ફેરીયા, થડો નાંખી બેઠેલા ધંધાર્થીઓ દ્વારા લારીઓ વાળા દ્વારા ફ્રુટના ભાવ પણ મન ફાવે તેવા લઈ રહ્યા હોવાની રાવ લોકોમાં ઉઠી છે.

શાકભાજીના કિલોના ભાવ
ફ્લાવર રૂા.80થી 100
વટાણા રૂા.120
ટમેટા રૂા.70થી 80
રિંગણા રૂા.80
ભીંડો રૂા.80
ગવાર રૂા.80
દૂધી રૂા.40
મરચા રૂા.150
મેથી રૂા.10ની એકપૂળી
બટેકા રૂા.50
ઘીસોડા રૂા.80
ટીંડોળા રૂા.80
ડુંગળી રૂા.100થી 150
વાલોળ રૂા.120

ફ્રૂટના કિલોના ભાવ
સફરજન રૂા.150
મોસંબી રૂા.120
સંતરા રૂા.150
જામફળ રૂા.120
અનાનસ રૂા.100
ચીકુ રૂા.50થી 60
ડ્રેગન રૂા.100ના બે નંગ
દાડમ રૂા.120

રિલેટેડ ન્યૂઝ