રાજ્યના 130 PSIની બદલીનો હુકમ કરતા DGP ભાટિયા

રાજકોટ શહેરના 6 અને ગ્રામ્યના 3 ફોજદારનો સમાવેશ

રાજ્ય પોલીસદળમાં ફરજ બજાવતા 130 બિન હથિયારી પીએસઆઇની બદલીનો હુકમ ડીજીપી આશીષ ભાટિયા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ શહેરના 6 અને ગ્રામ્યના 3 પીએસઆઇનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા પોલીસદળના 130 બિન હથિયારી પીએસઆઇની બદલીનો ઘાણવો કાઢ્યો છે દિવાળી પર્વ સંપન્ન થયા બાદ બદલીનો
હુકમ કર્યો છે જેમાં રાજકોટ શહેરના 6 અને ગ્રામ્યના 3 ફોજદારોનો પણ સમાવેશ થાય છે રાજકોટ શહેરના જે 6 પીએસઆઇની બદલી થઇ છે તેમાં ડીસીબીના હસમુખભાઈ ભાઈશંકરભાઈ ધાંધલ્યાની પોરબંદર, સુનિલ શ્રીધરણનાયરની અમદાવાદ ગ્રામ્ય, અનિરુદ્ધસિંહ લખુભા ઝાલાની જામનગર, રોહિત સોમાભાઈ પટેલની સુરત શહેર, પી ડી જાદવની પોરબંદર અને એ વી પીપરોતરની અમદાવાદ શહેરમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ ગ્રામ્ય
પોલીસની વાત કરવામાં આવે તો નિકુંજ હિંમતભાઇ જોષીની દ્વારકા, નિશાંત વિષ્ણુદાસ હરિયાણીની જામનગર અને હંસાબેન પાબુદાન ગઢવીની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ