રાજકોટ શહેરમાં 16,369 સહિત જિલ્લામાં 42,115 મતદાર વધ્યા

જિલ્લામાં કુલ 11.59 લાખ પુરુષ તથા 10.69 લાખ મહિલા મળી 22.29 લાખ મતદાર થયા

રાજકોટમાં ચૂંટણી તંત્રએ થોડા સમય અગાઉ કરેલી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ રંગ લાવી છે. જે મુજબ રાજકોટ શહેરમાં 16,369 સહિત જિલ્લામાં કુલ 42,115 મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં 22,245 પુરુષ મતદારો જ્યારે 19,841 મહિલા મતદારો વધ્યા છે. જિલ્લામાં સૌથી વધુ મતદારો રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં 10,890 મતદારો વધ્યા છે. જ્યારે સૌથી ઓછા ગોંડલમાં 2012 મતદારો વધ્યા છે.
જિલ્લાની આ ચાર વિધાનસભા બેઠકોમાં 13,796 પુરુષ તથા 11,934 મહિલા મળી કુલ 2,57,746 મતદારો વધ્યા છે. આ સાથે શહેર તથા જિલ્લામાં કુલ 11,59,863 પુરુષ
મતદારો તથા 10,69,772 મમહિલા મતદારો મળીને કુલ 22,29,691 મતદારો થયા છે.
ચૂંટણી શાખાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં મતદારોની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સંક્ષિપ્ત
મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત મહત્તમ મતદારોની નોંધણી પર ભાર મુકાયો હતો. જેના પગલે જિલ્લામાં મતદારોની સંખ્યા ખાસ્સી વધી છે.
રાજકોટ પૂર્વ વિધાનસભામાં 3521 પુરુષ તથા 3160 મહિલા મળીને 6685
મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,51,048 પુરુષ તથા 1,34,860 મહિલા મળી કુલ 2,85,914 મતદારો થયા છે.
જ્યારે રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 3118 પુરુષ તથા 3042 મહિલા મળીને 6165 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,74,902
પુરુષ તથા 1,69,545 મહિલા મળી કુલ 3,44,459 મતદારો થયા છે.
રાજકોટ દક્ષિણ વિધાનસભામાં 1810 પુરુષ તથા 1705 મહિલા મળીને 3519 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,30,768 પુરુષ તથા 1,23,305 મહિલા મળી કુલ 2,54,081 મતદારો થયા છે. આસાથે રાજકોટ સિટીમાં કુલ 4,56,718 પુરુષ મતદારો અને 4,27,710 મહિલા મળી કુલ 8,84,454 મતદારો થયા છે.
રાજકોટ ગ્રામ્ય (એસ.સી.) વિધાનસભામાં 5733 પુરુષ તથા 5150 મહિલા મળીને 10,890 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,80,444 પુરુષ
તથા 1,62,781 મહિલા મળી કુલ 3,43,237 મતદારો થયા છે.
જસદણ વિધાનસભામાં 3027 પુરુષ તથા 2509 મહિલા મળીને 5536 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,29,478 પુરુષ તથા 1,16,689 મહિલા મળી કુલ 2,46,167 મતદારો થયા છે. ગોંડલ વિધાનસભામાં 1216
પુરુષ તથા 789 મહિલા મળીને 2012 મતદારોનો વધારો થયો છે.
આ બેઠક પર કુલ 1,15,408 પુરુષ તથા 1,06,924 મહિલા મળી કુલ 2,22,346 મતદારો થયા છે. જેતપુર વિધાનસભામાં 1894 પુરુષ તથા 1836 મહિલા મળીને 3731 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર
કુલ 1,40,659 પુરુષ તથા 1,28,159 મહિલા મળી કુલ 2,68,820 મતદારો થયા છે. ધોરાજી વિધાનસભામાં 1926 પુરુષ તથા 1650 મહિલા મળીને 3577 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર કુલ 1,37,156 પુરુષ તથા 1,27,509 મહિલા મળી કુલ 2,64,667 મતદારો થયા છે.

25મીએ મતદાતા જાગૃતિ દિવસ, BLOનું સન્માન
ચૂંટણી શાખાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 25મી જાન્યુઆરીએ મતદાર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા બીએલઓનું રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ