રાજકોટ જિલ્લામાં 440 જેટલાં બાળકો કોરોના મહામારીમાં વાલી ગુમાવતાં નોંધારા બન્યાં

70 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યા, 370 બાળકોએ એક વાલી ખોયા:
મુખ્યમંત્રી બાલ સેવા યોજનામાં સહાય માટે આવેલી અરજીઓ

જિલ્લા તંત્રને અનાથ બાળકોના ગાર્ડિયન બની કામ કરવા અપીલ કરતા કલેક્ટર

રાજકોટ જિલ્લામાં 440 જેટલા બાળકોના વાલીનું કોરોનામાં અવસાન થતાં તેઓ નોંધારા બન્યા છે. જિલ્લામાં માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા 70 બાળકો છે, જ્યારે 370 બાળકોએ એક વાલી ગુમાવ્યા છે. આ બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત સહાય આપવા અરજીઓ થઈ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ બાબુએ આવાં બાળકોના ગાર્ડિયન બનીને કામગીરી કરવા તંત્રને અપીલ કરી છે.
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે કોરોના કાળમાં અનાથ બનેલા બાળકોના ગાર્ડીયન બની તેમને સરકારની
વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
કલેકટરએ સબંધિત વિભાગના અધિકારીઓને અનાથ બનેલા બાળકોના આરોગ્યની ચિંતા કરી તેમને સત્વરે અમૃતમ કાર્ડ આપવા તેમજ આવા બાળકોની
સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવા, આર.ટી.ઈ. અંતર્ગત તેમને સારામાં સારૂં શિક્ષણ પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતુ.
તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની વૈશ્વીક મહામારીના સમય
દરમિયાન રાજયમાં માતા - પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા નસ્ત્રમુખ્યમંત્રી બાળ સેવા યોજનાથથ અમલી બનાવવામાં આવી છે. ત્યારે સબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની યોજનાનો લાભ લાભાર્થી તમામ બાળકોને મળી રહે તે માટેના કાર્યના વાહક બની સાચાઅર્થમાં અનાથ બાળકોના પાલક બનવું પડશે.
આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસે રાજકોટ જિલ્લામાં નસ્ત્રમુખ્યમંત્રી બાળ સેવા યોજનાથથ અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા
હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા - પિતા બન્ને ગુમાવનાર 0 થી 18 વર્ષની વયના બાળકોની કુલ 70 અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા) નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા 0 થી 18 વર્ષની વયના 370 બાળકો મળી કુલ 440 બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે.
અનાથ બાળકો પૈકી 44 બાળકોને છઝઊ અંતર્ગત કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અને તેઓની અરજી પણ ઓનલાઈન કરી આપવામાં આવી છે. આ બાળકો પૈકી પાંચ બાળકીઓને સુક્ધયા સમૃધ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી દિકરીઓના ખાતામાં દાતાઓના સહયોગથી 10,000 રૂપિયા જમા કરાવવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત પાંચ બાળકોને પાલક માતા - પિતા યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
આ બેઠકમાં
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક કલેક્ટર આર.એફ.ચૌધરી, ડી.આર.ડી.એ. ડાયરેકટર જે.કે.પટેલ, પ્રાંત અધિકારીઓ સિધ્ધાર્થ ગઢવી, ચરણસિંહ ગોહિલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, મદદનીશ શ્રમ આયુકત એ. કે. શિરોય સહિતના સબંધિત અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ