રાજકોટમાં 5 દિવસનું લોકડાઉન જરૂરી, સરકાર ન કરે તો ચેમ્બર નિર્ણય લઇ લેશે

બે દિવસમાં સરકાર કંઇ નિર્ણય નહીં કરે તો 108 એસોસિએશનના ટેકાથી ચેમ્બર ઓફ કોમર્સ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરી લેશે


રાજકોટમાં કોરોના વિકરાળ સ્વરૂપ સ્થાને કાળો કેર મચાવી રહ્યો છે. કાતિલ વાયરસના બીજા વેવમાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારાની સાથ ડેથ રેસ્ય એટલે કે મૃત્યુઆંક વધ્યો છે.
બીજીબાજુ 20 બાળક અને યુવાવર્ગને પણ હવે કોરોના ઝપટે લઇ રહ્યો છે.
ઓક્ટોપસી ભરડાની જેમ ફેલાતા આ જીવલેણ વાયરસની ચેઇન તોડવા માટે એક વર્ગ એવુ ઇચ્છી રહ્યો છે કે, પાંચ-સાત દિવસ જડબેસલાક લોકડાઉન આવવુ જોઇએ.
ચેમ્બર ઓફ કોમર્સ પણ તેના સમર્થનમાં છે. ચેમ્બર ઓફ
કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કહ્યુ હતુ કે, 5 દિવસના લોકડાઉનની જરૂર છે. જો બે દિવસમાં સરકાર કોઇ નિર્ણય નહીં લે તો 108 એસોસિએશનના ટેકાથી ચેમ્બર પોતાની જ રીતે 2 થી 5 દિવસના લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય લઇ લેશે. કોરોના જાણે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના જ સમયગાળામાં રાત્રિ રોનમાં નીકળતો હશે તેવા હાસ્યાસ્પદ વલણ સાથે સરકારે રાત્રિ કફર્યૂ લાદી દીધો છે. જો કોરોનાના સંક્રમણની ચેનલ તોડવી હોય તો સદંતર લોકડાઉન જરૂરી છે. તો જ આ મહામારીને કાબૂમાં લઇ શકાય તેમ છે. લોકડાઉનથી વેપાર-ધંધાને જરૂર ફટકો પડશે એ નિશ્ચિત છે પણ જાન હૈ તો જહાન હૈ. એવુ સ્પષ્ટ માનતી રાજકોટ ચેમ્બર ઓફકોમર્સે પણ પાંચ દિવસના લોકડાઉનની તરફેણ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કહ્યુ હતુ કે, બે દિવસ સુધી રાહ જોઇશુ.
સરકાર કોઇ નિર્ણય નહીં કરે તો 108 એસોસિએશનના ટેકાથી ચેમ્બર ઓફ
કોમર્સ સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો નિર્ણય કરી લેશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જાણ પણ કરી દેવામા આવી છે.

સરકાર ‘હિંમત’ કરતી નથી,
સંગઠનને આગળ કરવાની ગોઠવણ?
કોરોનાએ પગપેસારો કર્યો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં જડબેસલાક લોકડાઉન કર્યુ હતુ. લાંબો સમય સુધી દેશ થંભી ગયો હતો. એ પછી કેસ ઓછા થતા તબક્કાવાર રીતે લોકડાઉન ખોલવામા આવ્યુ
હતુ. પરંતુ સ્થાનિક સરકાર લોકડાઉનને નાથવામા સદંતર નિષ્ફળ નીવડી છે એ સ્પષ્ટ છે. એકવાર લાંબુ લોકડાઉન કરવા છતાં કોરોનાને કાબૂમાં લઇ ન શકાયો એ વાત જાણતી રાજ્ય સરકાર હવે ફરી સદંતર લોકડાઉન કરીને આમજનતાનો રોષ વહોરવા માગતી નથી તેવુ સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યુ છે. ત્યાંરે પડદા પાછળ વિવિધ એસોસિએશનને આગળ ધરીને લોકડાઉનનું પ્લેટફોર્મ ઘડાઇ રહ્યુ હોય તેવુ લાગે છે. જો કે આ જીવલેણ એવી આ વૈષ્વીક મહામારીમાં જીવ બચી શકતો હોય તો લોકડાઉનમાં આટલુ સહન કર્યુ તો વધુ એકવાર એવુ માનીને લોકડાઉન જરૂરી લાગી રહ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ