રાજકોટમાં પણ સુરત જેવી કાળમુખી દૂર્ઘટનાનો ખતરો

સુરતમાં દોઢ ફૂટ ઉંચી ફૂટપાથ ઉપર સુતેલા 15 શ્રમિકોને બેકાબૂ ટ્રકે કચડી માર્યા

શહેરની ફૂટપાથો ઉપર અનેક ગરીબો અને ભિક્ષુકો રાત-દિવસ પડ્યા પાથર્યા રહે છે, રેન બસેરા શોભાના ગાંઠિયા જેવા

સુરતના કીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે દોઠ ફૂટ ઉંચી ફૂટપાથ ઉપર સુતેલા શ્રમિક કાળમુખો ટ્રક ફરી વળતા 15 ગરીબ શ્રમિકોના મોત નિપજ્યાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો પરંતુ રાજકોટ શહેરમાં પણ આવી કાળમુખી ઘટના સર્જાવાનો સતત ખતરો જોવા મળી રહ્યો છે. શહેરના પોષ ગણાતા રેસકોર્ષ રીંગરોડ ઉપરાંત સરકીટ હાઉસ રોડ સહિતના અનેક વિસ્તારોના રસ્તાની ફૂટપાથો ઉપર એક ભિક્ષુકો અને ગરીબ શ્રમિકો રાત-દિવસ પડ્યા પાથર્યા રહે છે. શહેરના રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એક્ષચેન્જ તેમજ રૈયા સર્કલથી રૈયા ગામ જવાના રસ્તાની ફૂટપાથ ઉપર પણ રોજ રાત્રે મોટી સંખ્યામાં શ્રમિકો રાંધવા જમવાથી માંડી સુવા સહિતની રોજીંદી ક્રિયા કરે છે. વર્ષોથીફુટપાથ ઉપર અનેક લોકો પડ્યા-પાથર્યા રહે છે. શહેરમાં રેતી-કપચીની હેરફેર કરતા મોટા ડમ્પરો અને ખાનગી

alt="" class="wp-image-203639" width="422" height="205"/>

બહુમાળી બિલ્ડિંગોમાં પાણી સપ્લાય કરતા ભારેખમ ટેન્કરોની સતત અવર જવર રહે છે. તેવામાં કયારેક કોઈ ભારે વાહનની બ્રેક ફેઈલ થાય કે ડ્રાઈવર વાહન પરનો કાબુ ગુમાવે તો રાજકોટમાં પણ સુરત જેવી કરુણ ઘટના બની શકે તેવો પુરો ખતરો છે. સરકારી રેન બસેરા માત્ર શોભાના ગાંઠિયા હોય તેમ રેન બસેરામાં પાણી, શૌચાલય, પંખા અને ઓઢવા-પાથરવાના પાથરણાની પણ પુરી વ્યવસ્થા નથી જેના કારણે ઘર બાર વગરના ગરીબો-શ્રમિકો અને ભિક્ષુકોને ફરજિયાત ફૂટપાથ ઉપર રહેેવા સુવા માટે મજબુર બનવુ પડે છે. કોર્પોરેશન સંચાલિત સરકારી રેનબસેરાઓમાં પણ આવારા તત્ત્વોનો કબ્જો હોવાથી પરિવાર સાથે શ્રમિકો કે ગરીબો રેનબસેરામાં રહેવા જતા ડર અને અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે. (તસવીર : રાજુ બગડાઈ)

રિલેટેડ ન્યૂઝ