રાજકોટમાં આજે લોક અભિવાદન સમારોહ: મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી છે. 72 બેઠકમાં 68 બેઠક મેળવી 18માંથી 17 વોર્ડમાં સત્તાનું સુકાન મળતા ઉત્સાહનું ઘોડાપૂર આવ્યું છે. જે અન્વયે શહેર ભાજપ દ્વારા આજે તમામ મતદારોનો અને કાર્યકર્તાઓનો આભાર પ્રગટ કરવા આજરોજ બહુમાળી ભવન પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે લોક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપને તમામ વોર્ડમાં નોંધપાત્રસરસાઈથી બેઠકો સાથે હોમટાઉનમાં મળેલી જીતથી ઉત્સાહીત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમારોહમાં હાજર રહેશે. જેની તડામાર તૈયારીઓ વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી તેની તસ્વીર.

રિલેટેડ ન્યૂઝ