રાજકોટની પરીણિતાને પતિ દુબઇ તરછોડી આવતો રહ્યો : એમ્બેસીની મદદથી ભારત પહોંચી

ત્રાસ ગુજારતા તાલાળાના સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના જામનગર રોડ ઉપર રહેતી પરિણીતાએ તાલાળા રહેતા સાસરિયાઓ સામે ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે તેનો પતિ નોકરી માટે દુબઇ ગયો ત્યાં જ તેણીને તરછોડીને પરત ભારત આવી ગયો હતો અને તેણી પોતાના ખર્ચે એમ્બેસીની મદદથી ભારત પરત પહોંચી હતી અને પતિ તેડવા નહિ આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી
રાજકોટના
જામનગર રોડ ઉપર નાગેશ્વરમાં વાસુ પૂજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા બિનજલબેન પુનિતભાઈ કાનાબાર નામની લોહાણા પરિણીતાએ ગીર સોમનાથના તાલાળા ખાતે રહેતા પતિ પુનિત સુરેશભાઈ કાનાબાર, સસરા સુરેશભાઈ ધનજીભાઈ કાનાબાર, સાસુ દક્ષાબેન, જેઠ રવિભાઈ અને જેઠાણી ઉર્વીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બીકોમ સીએ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે તેના લગ્ન 4 જુલાઈ 2014ના રોજ થયા હતા લગ્ન બાદથી જ સાસરિયાઓએ કમાવવાવાળી આવી ગઈ છે કહી ઝઘડા ચાલુ કર્યા હતા મારા પતિને બરોડા નોકરી થતા અમે ત્યાં રહેવા ગયા હતા ત્યાં પણ ઝઘડા થતા હતા મારા પતિને દુબઇ જવું હોય તે માવતરેથી પૈસા લાવવાનું કહી ત્રાસગુજારતા હતા હું બરોડા અને તાલાલા રહેતી ત્યાં સાસુ, જેઠાણી ઝઘડા કરતા હતા હું દુબઇ ગઈ અને ત્યાર બાદ મારા પતિએ મને એવુ કહ્યું હતું કે પિતાની તબિયત ખરાબ છે કોરોના થઇ ગયો છે જેથી હું ખબર કાઢી આવું
અને 4 દિવસમાં પાછો આવી જઈશ તેવું કહી તેઓ ભારત આવ્યા હતા અને મારા માવતરમાં ફોન કરીને મને દુબઇ ઓફિસમાંથી ડિસમિસ કરી નાખ્યો છે તમારી દીકરીને તમારા પૈસે ભારત પાછી લેતા આવજો તેવું કહેતા મને માવતરેથી ફોન કરીને જાણ કરતા મેં તપાસ કરતા મારા પતિએ દોઢ મહિના પૂર્વે જ કંપનીમાંથી રાજીનામુ આપી દીધું હોય અને વિઝા મેડિકલ કાર્ડ કેન્સલ કરાવી દીધું હોવાનું જાણવા મળતા એમ્બેસીની મદદથી હું ભારત પહોંચી હતી અને મારા માવતરે જઈ મારા પતિને ફોન કરતા તેણે મને બ્લોક કરી દીધી હતી અને તેડવા નહિ આવતા મેં ત્રણ મહિનાથી માવતરમાં આશરો લીધો છે અને અંતે ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ