રાજકોટના IOC પ્લાન્ટમાંથી 14.87 લાખના 1487 બાટલા પગ કરી ગયા

સીક્યુરીટી એજન્સી બદલાવ્યા બાદ સ્ટોકનો મેળ કરતા બાટલામાં ઘટ જોવા મળી: અજાણ્યા શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા આઈઓસીના પ્લાન્ટમાં ચાલતુ લોલમ લોલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે સીક્યુરીટી દ્વારા મિલાપીપણાથી ટ્રક ડ્રયવરો દ્વારા બે મહિના રૂા. 14.87 લાખના સીલીન્ડરો ઉઠાવી જઈ ઠગાઈ વિશ્ર્વાસ ઘાત કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતિ વિગત મુજબ મુળ તેલંગણાના વતની અને હાલ મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા આઈઓસી પ્લાન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર બાલારાજુ
રામચંદ્રન મારાપાકા (ઉ.વ.43) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કુવાડવા રોડ આઈઓસી પ્લાન્ટમાં અગાઉ અમદાવાદની આર.એન.ગૃપ્તા એજન્સી પાસે સીક્યુરીટીનોકોન્ટ્રાક્ટ હતો પરંતુ તા. 20-11-21 ના તેનો કોન્ટ્રાક્ટ રદ કરી સીક્યુરીટીનો કોન્ટ્રાક્ટ ક્રિષ્નચંદ્ર ઉપાધ્યાય સીક્યુરીટી એજન્સીને આપવામાં આવ્યો છે.
અગાઉની સીક્યુરીટી એજન્સીના માણસો દ્વારા
ડ્રાયવરો સાથે મીલાપી પણું કરી ગત તા. 31-7-21 થી લઈને તા. 2-10-21 દરમિયાન કટકે કટકે પ્લાન્ટમાંથી રૂા. 14,87,000 ની કિંમતના 1487 ગેસ સીલીન્ડરો ઉઠાવી ગયા હતા.
નવી સીક્યુરીટી એજન્સી આવ્યા બાદ સ્ટોકની તપાસ કરતા 1487
બાટલાની ઘટ માલુમ પડતા એને પોલીસમાં ઠગાઈ વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે આ બનાવ અંગે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઈ. પી.જી. રોહડીયા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ