રાજકોટના યુવાનની પુસ્તકનું દિલ્હીમાં કેબિનેટ મંત્રીએ કર્યુ વિમોચન

કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલાએ પુસ્તકની પ્રસંશા કરી

સ્વામી વિવેકાનંદની વિચારસરણી સાથે જોડાયેલા રાજકોટના યુવાન રાજ જગતસિંહ લિખીત પુસ્તક શાશ્ર્વત ભારત (રિયલ ઈન્ડિયા)નું દિલ્હીમાં કેબિનેટ મંત્રી પુરષોતમભાઈ રૂપાલા દ્વારા વિમોચન કરવામાં આવ્યું.
શાશ્ર્વત ભારત પુસ્તકમાં સ્વામી વિવેકાનંદજીના જીવનને લગતી વાતો 11 સપ્ટેમ્બર 1893 શિકાગોમાંયોજાયેલું વ્યાખ્યાન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ વિશે રાજભાઈ એ કહ્યું હતું કે, યુવાનોએ આ પુસ્તક અચૂક વાંચવા જેવું છે. એક વ્યક્તિએ આત્મહતીયાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યાર બાદ તેને
પ્રેરણા મળયાથી આજે સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટ મંત્રી પુરસોતમભાઈ રૂપાલાએ મારુ પુસ્તક વાંચી તેની પ્રસંશા કરી હતી.

રિલેટેડ ન્યૂઝ