રસીના નવા ફતવાથી વેપારીમાં લડી લેવાના મૂડમાં

પૂરતો સ્ટોક નથી છતાં 31મી સુધીમાં વેક્સિન ન લેનારના ધંધા બંધનું ફરમાન થતા

ચારથી વધુ વ્યક્તિ એકઠા થવા પર પ્રતિબંધ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

રાજકોટ જિલ્લામાં અનેક સ્થળે મગ સામે કોરોના વેક્સિનનો જથ્થો પુરતો પહોંચતો નથી. આમ છતા પણ જિલ્લામાં તમામ ધંધાર્થીઓને 31 મી જુલાઈ સુધીમાં વેક્સિન લઈ લેવાનું ફરમાન જિલ્લા કલેક્ટર અરુણ બાબુએ જાહેરનામાં કર્યું છે. વેક્સિનના લઈ શકે તો ધંધા બંધ કરી દેવાની સક્કી પણ ઉચ્ચારાઈ છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે 1 ઓગષ્ટ સુધી પ્રતિભંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું જિલ્લા
કલેક્ટર જારી કર્યું છે. જેની સામે રાજકોટ સહિતના વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. તંત્રના નવા ફતવા સામે વેપારીઓએ લડી લેવાનો નિર્ણય લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય
વિસ્તારમાં સત્તાધિકારીની પૂર્વ પરવનાગી સિવાય ચાર કે તેથી વધુ લોકોએ ગેરકાયદે કોઇ પણ જગ્યાએ એકત્ર થવું નહીં. તેમજ જાહેર સ્થળોએ પૂર્વ પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન કે કોઇ પણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવા આયોજનો કરવા નહીં કે આવા આયોજનોમાં વિશાળ સંખ્યામાં લોકોએ એકત્ર થવું નહીં. સરકારી કચેરી, જેલો કે તેની આસપાસના વિસ્તારમાં કે અન્ય જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં આંદોલનો કે ધરણા કરવા નહીં. ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તાર કે ભવિષ્યમાં ક્ધટેનમેન્ટ ઝોન જાહેર થનાર વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે બાકીની પ્રવૃતિ બંધ રહેશે.
તમામ
દુકાનો, વ્યાપારિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, રેસ્ટોરન્ટ, અઠવાડીક ગુજરી/બજાર, હાટ તેમજ વ્યાપારિક ગતિવિધીઓ ચાલુ રાખી શકાશે. પરંતુ તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. 31/07/2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્ય એકમો ચાલુ રાખી શકાશે નહીં. જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે તથા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ તા. 31/07/2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા જીમચાલુ રાખી શકાશે નહીં. લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 40
વ્યક્તિઓની મંજૂરી રહેશે. જાહેર બાગ બગીચાઓ રાત્રિના 9 કલાક સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા (200થી વધુ નહીં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. 60 ટકા ક્ષમતા સાથે જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડિયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. વાંચનાલયો વોટરપાર્ક, સ્વિમંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે તથા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. 31/07/2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. સ્પા સેન્ટરો બંધ રહેશે. એસી બસમાં 100 ટકા અને નોન એસી બસમાં 75 ટકા મુસાફરો બેસાડી શકાશે પબ્લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. મુસાફરો ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે. તા. 31/07/2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

સ્પર્ધાત્મક પરીક્ષો કોચિંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
ધો. 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. તેઓએ તા. 31/07/2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

રિલેટેડ ન્યૂઝ