રવિવારે વડિયા બંધ, વેપારી મંડળ રસીકરણમાં જોડાશે

કોરોના વાઇરસ ના બીજા વેવ માં આજે અનેક ઘરે કોરોના ના ખાટલા મંડાયા છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર પણ એક્શન મોડ માં જોવા મળી રહ્યુ છે. વડિયા મામલતદાર એમ એલ ડોડીયા દ્વવારા તાલુકાના વેપારી એસોસીએસન ના હોદેદારો અને વિવિધ વિભાગ ના અધિકારીઓ સાથે મિટિંગ યોજી ને કોરોના સંક્રમણ ની જાહેર થયેલી નવી ગાઈડ લાઈન બાબતે કડક અમલવારી કરવા એક મિટિંગ નુ આયોજન વડિયા મામલતદાર ઓફિસ ના કોન્ફરન્સ હોલ માં કરવામાં આવ્યુ હતુ.
વડિયા મામલતદાર દ્વવારા વડિયા તાલુકા મા કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર ની નવી કોરોના ગાઇડલાઇન ની સંપૂર્ણ અમલ થાય તથા આ ઉપરાંત વડિયા
માં વેપારી મંડળ ના હોદેદારો ચર્ચા કરી વડિયા માં જે વિસ્તારો માં રસીકરણ ઓછુ થયેલું છે. તે વિસ્તાર માં ઝડપી અને વધુ રસીકરણ થાય તે માટે મામલતદાર દ્વવારા અપીલ કરતા વેપારી મંડળ દ્વવારા તેમાંસહકાર આપી રવિવાર ના દિવસે તમામ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી વડિયા મા ઝડપી રસીકરણ થાય તે જુમ્બેશ માં જોડાશે અને ઓછું રસીકરણ ધરાવતા વિસ્તાર માં રસીકરણ ની જાગૃતિ આવે અને રસીકરણ વધે તેવા ખાસ
પ્રયાસો કરાશે તેમાં 45વર્ષ થી ઉપર ના લોકો ને વેક્સીન લેવા અનુરોધ કરાયો હતો. જે માટે વડિયા માં મુખ્ય ચાર જગ્યાએ રવિવારે રસીકરણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે જેમાં સબ સેન્ટર વડિયા -1 ઢોળવાનાકા, સબ સેન્ટર વડિયા -3સદગુરુનગર, આંબેડકર હોલ, ખાખરીયા રોડ, ગ્રામપંચાયત પાસે આંગણવાડી કેમ્પ માં રવિવારે પણ રસીકરણ કરવામાં આવશે તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.

રિલેટેડ ન્યૂઝ