રક્ષાબંધનનો તહેવાર છતાં માગ નહીં, ઉત્પાદન 40 ટકા ઘટ્યું

ટંકારા પંથકમાં રાખડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વેન્ટીલેટર પર

કોરોનાની બીજી લહેર બાદ ગૃહ ઉદ્યોગ પડી ભાંગતા ઉત્પાદક, કારીગરોની હાલત કફોડી બની

રક્ષાબંધન પર્વને એક માસ જેટલો સમય બાકી રહ્યો છે. બજારમાં નવી-નવી રાખડીઓ આવી ચૂકી છે. બહેન-ભાઈના કાંડે રાખડી બાંધી ભાઈના દિર્ધાયુની પ્રાર્થના કરે છે. પરંતુ, કોરોનાની બીજી લહેર બાદ ટંકારા પંથકનો આ રાખડીનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે. રક્ષાબંધનના તહેવાર ઉપર બજારમાં માંગ નહીં નિકળતાં ઉત્પાદકો અને કારીગરોની હાલત કફોડી બની છે તો માગ નહીં હોવાના કારણે ઉત્પાદનમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનનું ભારતમાં ખૂબ જ મહત્વ છે અને ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન
છે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે. જેમાં ખાસ કરીને મેટલની રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે જો કે ચાલુ વર્ષે તેની માંગમાં 40 ટકાથી વધુનો ઘટાડો જવા મળી રહયો છે.
એવું કહેવાય છે કે, રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે અને દરેક બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છતી હોય છે. માટે તેના જમણા હાથના કાંડે રાખડી
બાંધે છે જો કે, એક જ દિવસે ચોક્કસ કલાકો દરમ્યાનના શુભ ચોઘડિયા વખતે પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી કરોડો બહેનો માટે ટંકારા પંથકમાં હાજર બહેનો મેટલની રાખડી એક કે બે દિવસ અથવા તો



મહિના નહિ પરંતુ 11 મહિના સુધી સતત જુદીજુદી રાખડીઓ બનાવવાની કામગીરી દરવર્ષે કરતી હોય છે.

અનેક રાજ્યોમાં મોકલાતી હતી રાખડી
ટંકારા તાલુકાનાં જુદાજુદા ગામોમાં રાખડીઓ બનાવવામાં આવતી હોય છે અને અહી બનાવવામાં આવતી રાખડીઓને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ, એમપી સહિતના રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે. દેશભરમાં એક દિવસના તહેવાર રક્ષાબંધનની ઉજવણી માટે જે રાખડીઓ વેચાતી હોય છે તેનું ટંકારા તાલુકાનાં કલ્યાણપર, સવાડી, સરાયા, હરાબટીયાળી સહિતના જુદાજુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ ઉત્પાદન કરવામાં આવે છે. જેથી કરીને મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે.
ટંકારા તાલુકાના જુદા-જુદા ગામોની મહિલાઓ બેરોજગાર બની
ગત વર્ષ કોરોનાના લીધે માંગમાં ઘટાડો હતો તેવી જ રીતે ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરના લીધે
મેટલની રાખડીની માંગમાં તોતિંગ ઘટાડો થયો છે. આ ઉદ્યોગમાં 40 ટકાથી વધુનું ઉત્પાદન ઘટી ગયું છે કેમ કે, લોકો બિન જરૂરી ખર્ચાઓ ઘટાડી રહયા છે ત્યારે સસ્તી રાખડીની ખરીદી કરવામાં આવે છે માટે મેટલની રાખડીની માંગ ઘટી રહી છે. માંગ ઘટવાથી ઉત્પાદનના છૂટકે ઘટાડવું પડ્યું છે. જેથી કરીને ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમાં જે રાખડી બનાવીને જે રોજગારી મેળવે છે તે પણ બેરોજગાર બની ગયેલ છે અને ચાલુ વર્ષે છેલ્લા ચાર મહિનાથી રાખડીનું ઉત્પાદન થયું જ નથી માટે હાલમાં ઉત્પાદકો, કારીગરો સહિતનાની હાલત કફોડી બની ગયેલ છે.





રિલેટેડ ન્યૂઝ