મીન કૌભાંડમાં ભૂપત ભરવાડનો જેલમાંથી કબજો મેળવ્યો: ફરાર આરોપીઓ સુધી પહોંચવા રિમાન્ડ મગાશ

બેડી ગામના ખેડૂતને બે એકર જમીન ઉપર વ્યાજે નાણા ધીર્યા પછી આખે આખી જમીન હડપ કરી લીધી હતી

ફાયનાન્સર રાજુ ગોસ્વામી સહતિના શખ્સોની શોધખોળ: ભૂપત પાસેથી થોકબંધ દસ્તાવેજો મળ્યાની ચર્ચા

બેડી ગામના રમેશભાઇ મોહનભાઇ અજાણીની ખેતીની જમીન હડપ કરી લેવા અંગે નામચીન ભૂપત ભરવાડ, રાજુ ગોસ્વામી સહિતના શખસો સામે બીજો ગૂનો નોંધાયો હતો. આ ગૂનામાં આગળની તપાસ તેમજ ફરાર આરોપીઓ સુધી પહોંચવા ભૂપતની કસ્ટડી જરૂરી હોવાથી તપાસ અધિકારીએ કોર્ટમાંથી વોરન્ડ મેળવી ભૂપતનો જેલમાંથી કબજો મેળવ્યો છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવશે.
ઇન્દોરના ફરાર જીતુ સોનીને આશરો આપ્યા પછી પોલીસ પકડવા આવી ત્યારે તેને ભગાડીને રાજ્યભરમાં રાજકોટ પોલીસની આબરુને બટ્ટો લગાડનાર ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઇ
બાબુતરે સામાકાંઠા વિસ્તારના રહેવાસીઓ સહિત અનેક લોકોની કિમતી મિલકતો પડાવી લીધાની પોલીસને ફરિયાદો મળી હતી.પોલીસ મિત્ર તરીકે ભૂપત સામે હોટલ સંચાલક પાસેથી 70 લાખ પડાવવાનો ગૂનો નોંધાયા પછી પોલીસે ભૂપતની ધરપકડ કરીને આગવીઢબે કરેલી સરભરા બાદ અન્ય પીડિતોએ ફરિયાદ કરવા આગળ આવ્યા છે. બેડી ગામના રમેશભાઇ મોહનભાઇ અજાણીએ ફાયનાન્સર અને ચાંદીના વેપારી રાજુ ગોસ્વામી, તેના ભાઇ હિતેષ ગોસ્વામી, ભૂપત વિરમભાઇ બાબુતર, સદર બજારમાં દૂધની ડેરી ધરાવતા મુકેશ ઝાપડાના સહિતના શખસો સામે જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
રમેશભાઇની ફરિયાદ મુજબ, પોતે વર્ષ 2010-11 માં ધંધા માટે પૈસાની
જરૂર ઉભી થતાં સંયુક્ત માલિકીની 3 એકર 17 ગૂંઠા જમીન પૈકી બે એકર જમીન ઉપર રાજુ ગોસ્વામી પાસેથી એક કરોડ વ્યાજે લીધા હતા અને એ રકમ પેટે 1 કરોડ પ લાખ વ્યાજ ચૂકવી દીધું હતું. વ્યાજના ચક્કરમાંથી નિકળવા બાકીની 1 એકર 17 ગુંઠા જમીન વેચવાનો પ્રયાસ કરતા ગ્રાહક તરીકે આવેલા મુકેશ ઝાપડાએ માત્ર પાંચ લાખ રૂપિયા આપીને સાટાખત કરાવી કોર્ટમાં દાવો કરી મિલકત વિવાદમાં નાખી દીધી હતી. અને સાટાખત રદ કરવા માટેરૂ. એક કરોડની માગણી કરી હતી. ત્યાર બાદ રાજુ ગોસ્વામીને લખી આપેલી ભગવતીપરામાં રહેતા મિત્ર દાનાભાઇ ટોળીયાએ રૂ. બે કરોડમાં લેવાની તૈયારી દર્શાવતા રાજુભાઇ ગોસ્વામીનો સંપકર્ર કર્યો હતો. પરંતુ
રાજુએ ઉપરોક્ત જમીન ભૂપત ભરવાડને વેચી દીધાનું કહી રવાના કરી દીધા હતા ભૂપત ભરવાડનો સંપર્ક કરતા ભૂપત બાબુતરે તારી બે એકર જમીન અમે ખરીદી લીધી છે અને બાકીની 1.17 ગૂંઠા ઉપર પણ પગ મૂકતો નહીં તેમ કહી ટાંટીયા ભાંગી નાખવાની અને ખૂનની ધમકી આપી હતી. તપાસ કરતા ભૂપતે આખી જમીન ફરતે ફોલ્ડીંગ દિવાલ ઉભી કરી નાખી હતી. એ સમયે માથાભારે ભૂપતના ડરથી ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ પોલીસે ભૂપત સામે આકરી કાર્યવાહી કરતા ગૂનો નોંધાવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, પીએસઆઇ એસ.વી. સાખરાએ આ પ્રકરણમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી
છે. કૌભાંડની તપાસ અને પૂરાવા મેળવવા ભૂપતનો જેલમાંથી કબજો મેળવી રિમાન્ડ મેળવવા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ભૂપતે પત્નીની રિવોલ્વોરમાંથી ફાયરીંગ કર્યા’તા, છતાં લાયસન્સ રિન્યું થઇ ગયું! રદ કરવા રિપોર્ટ કરાશે
ભૂપતે વર્ષ 2018માં સામાકાંઠા વિસ્તારમાં કાર્ગો ટ્રાન્સપોર્ટના સંચાલક ઉપર ફાયરીંગ કર્યા હતા. આ ઘટનમાં ધારાસભ્યના ભાઇ સહિતના શખસો સામે ફરિયાદ
નોંધાઇ હતી. ભૂપતે જે હથિયારમાંથી ફાયરીંગ કર્યા હતા એ રિવોલ્વોર પત્નીના નામની હતી. નિયમ મુજબ, પરવાનેદાર પોતાનું હથિયાર બીજાને આપી શકે નહીં. આ સંજોગોમાં તેનો પરવાનો રદ કરવાને પાત્ર હોય છે. આવા ગંભીર ગૂના પછી પણ ભૂપતની પત્નીનું હથિયારનું લાયસન્સ રિન્યૂ થઇ ગયાનું જાણવા મળે છે. પોલીસે આ લાયન્સ રદ કરવા રિપોર્ટ કરાશે તેમ જાણવા મળે છે.

રિલેટેડ ન્યૂઝ