મીઠી મધુર રત્નાગીરી હાફુસનું બજારમાં આગમન

20 કીલોની પેટીનો રૂા.3600થી રૂા.7000નો ભાવ, ચાલુ વર્ષે હાફુસ સસ્તી થવાની વેપારીઓને આશા

ફળોની રાણી ગણાતી ગીરની કેસર કેરીનું હજી બજારમાં આગમન થયુ નથી પરંતુ રત્નાગીરીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હાફુસ કેરીનું રાજકોટ સહિતના બજારોમાં રુમઝુમ કરતું આગમન થઈ ગયુ છે. રાજકોટની ભાગોળે અમદાવાદ રોડ ઉપર આવેલ મેંગો માર્કેટમાં હાફુસ સહિતની કેરીનું છેલ્લા 2-3 દિવસથી આગમન થયુ છે. રાજકોટમાં હાલ હાફુસની 20 કીલોની પેટીના રૂા.3600થી માંડી 7000ના ભાવે વેંચાણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેરીની આવક વધતા ભાવોમાં ઘટાડો થવાની આશા છે. કેરીના વેપારીઓનુ કેવુ છે કે ચાલુવર્ષે રત્નાગીરી અને વલસાડ પંથકમાં કેરીનો પાક સારો છે તેમજ કોરોનાના કારણે હાફુસ કેરીની વિદેશોમાં નિકાસ પ્રમાણમાં આછી હોવાથી સ્થાનિક લોકોને નીચા ભાવે સારી કવોલીટીની હાફુસ કેરી ખાવા મળે
તેવી આાશા છે. (તસવીર : રાજુ બગડાઈ)

રિલેટેડ ન્યૂઝ