માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની પરીક્ષામાં સી.સી.ડી.સી.ની બે છાત્રાની પસંદગી

રાધિકા વ્યાસ અને પ્રિયંકા પરમારની પસંદગી

ગુજરાત રાજયમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર સફળતાપૂર્વક ચાલતું કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) નાં માર્ગદર્શન અને સચોટ તાલીમ તથા છાત્રોની પરિણામલક્ષી મહેનતનાં કારણે રાજય સરકારશ્રી અને કેન્દ્ર સરકાર મારફતની સરકારી નોકરીઓમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક છાત્રોને સી સી.ડી.સી.નાં માધ્યમથી સફળતાઓ મેળવી સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થયેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારનાં છાત્રો માટે ‘સરકારી નોકરીની સીડી’ની જેમ કાર્ય કરતું સી.સી.ડી.સી. રાઉન્ડ ધી કલોક નોન સ્ટોપ પરિણામલક્ષી તાલીમ અને વાઈબ્રન્ટ રીક્ષણીક વાતાવ2ણ મારફ્ત નિષ્ણાંત તજજ્ઞોની ટીમ થકી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ આપી રહયું છે.
રાજય સરકારની માહિતી નિયામક કચેરીની જુદી-જુદી વર્ગ1 અને 2 ની 23
જગ્યાઓ માટે ગુજરાત રાજયમાં એકમાત્ર સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ પ્રિલીમીનરી તથા મેઈન્સ પરીક્ષાની તાલીમ આપવામાં આવેલ હતી જેમાં 50 તાલીમાર્થીઓ માંથી 33 એ પ્રિલીમીનરી અને 33માંથી 11 છાત્રોએ મેઈન્સ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી સી.સી.ડી.સી.નાં કાર્યને બિરદાવી રેકોર્ડ સ્થાપીત કરેલ છે. આ સરકારી નોકરીમાં મેઈન્સમાં સફળતા મેળવેલ 11 માંથી 2 છાત્રોએ ઈન્ટરવ્યુ અને તમામ
પરીક્ષાઓમાં સળતા મેળવી માહિતી નિયામકની આસીસ્ટન્ટ ડીરેકટર ઓફ ઈન્ફોર્મેશનની જગ્યાઓમાં રાધિકાબેન વ્યાસ અને પ્રિયંકાબેન પરમાર નિમણુંક પામી સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ શહેરનું નામ રોશન કરેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, કુલસચિવ નિલેશભાઈ સોની, સી.સી.ડી.સી.નાં સંયોજક ડો. નિકેશભાઈ શાહ અને ટીમ
સી.સી.ડી.સી.ના સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા,દિપ્તીબેન ભલાણી, આશીષભાઈ કિડીયા, હીરાબેન તથા શ્રી સોનલબેન વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ