માણસનો સમય બદલાય છે ત્યારે માણસનો વ્યવહાર પણ બદલાય જાય છે: વસંત ગઢવી

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબમા ‘વેવિશાળ’ની ભાવયાત્રા કરાઇ

સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં 51માં મણકામાં નિવૃત્ત આઇ.એ.એસ. કોલમીસ્ટ વસંતભાઇ ગનીએ, રાષ્ટ્રીય શાયર-કવિ-પત્રકાર-ગદ્યકાર, સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની કૃતિ ‘વેવિશાળ’ની ભાવયાત્રા બેંકની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.
વસંતભાઈ ગઢવીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘વેવિશાળ એક એવા સર્જકની કૃતિ છે કે જેમને રાજકોટ સાથે ઘણો સબંધ ઘરોબો રહ્યો. કૃતિ મોટી છે. મેઘાણીની રચનામાં ગાંધી
યુગની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અસર દેખાય છે. સાથોસાથ સામાજિક પરિવર્તનનો પણ આ યુગ હતો. આ જ યુગમાં જીવન જીવવાની દૃષ્ટિ અને પદ્ધતિમાં ફેરફાર થતો હતો. જ્યારે રૂઢીઓમાંથી બહાર નીકળો ત્યારેનબળીની સાથે સારી વાતો પણ બહાર આવે છે. ઘણા બધા કિસ્સામાં આપણે જોઇએ છીએ કે માણસનો સમય બદલાય છે.
વેવિશાળ તોડી નાખવાના પેંતરા, એ પેંતરા કરનાર પરિવાર માટેનો સુશિલાનો કડવાશ છોડી દેતો સમભાવ અને
અન્ય પાત્રોનું સૌરાષ્ટ્રી ખાસિયતો સાથેનુ વૌવિધ્ય આ નવલકથાની વાર્તાનું ચાલકબળ છે. પ્રસંગોના નિરૂૂપણમાં કેટલુંક પ્રતિતિકર ન લાગે છતાં માનવસ્વભાવનું આલેખન બખૂબી આલેખાયું છે.’
આ વાંચન
પરબમાં શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેક્ટર), વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ