મહિલા કોલેજ ચોક પાસે સીટી બસના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવ્યું: એકને ઇજા

ઇજાગ્રસ્તને સારવાર માટે હાસ્પિટલમાં ખસેડાયા

શહેરમાં સીટી બસના ચાલકો બેદરકારીથી વાહન ચલાવતા અવાર-નવાર અકસ્માતોના બનાવ બનતા રહે છે ત્યારે આજે મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સીટી બસના ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેમાં સ્કુટર ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે.
મહિલા કોલેજ અંડરબ્રીજ ચોક પાસે આજે બપોરના સમયે પુરપાટ ઝડપે આવતી
રૂટ નં. 16ની સીટી બસના ચાલકે બેફીકરાઇથી ચલાવી એકટીવા સવાર દંપતિને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કુટર ચાલકને ઇજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા બનાવને પગલે ટોળા એકઠા થઇગયા હતા. ઇજાગ્રસ્જના ભાઇએ જણાવ્યું હતું કે સીટી બસનો ચાલક પૂરઝડથી વાહન ચલાવતો હતો અને આગળ વાહન જતાં હોવા છતાં બ્રેક મારતો ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું આ અંગે એ ડીવીઝન
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ