બેન્કના ખાનગી કરણના વિરોધ પ્રદર્શનમાં પોલીસ ત્રાંટકી, નવ નેતાની અટકાયત

પરાબજારમાં ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સુત્રોચાર

કેન્દ્ર સરકાર દ્વારા અનેક સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.
ત્યારે આજે રાજકોટમાં બેંકોના ખાનગીકરણના વિરોધમાં પરાબજારમાં બેંકના કર્મચારીઓ અને ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન ધરણા અને સુત્રોચ્ચાર કરીને ખાનગી કરણનો વિરોધ નોંધાવ્યો હતો. તો પોલીસે મંજૂરી વગર ધરણા કરતા નવ યૂનિયન નેતાઓની અટકાયત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. તો અનેક બેંકોનું ખાનગીકરણ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બેંકોનું ખાનગી કરણનો
વિરોધ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યો છે.
આજે રાજકોટમાં આવેલા પરાબજાર વિસ્તારમાં બેંક ઓફ ઈન્ડિયાની સામે બેંકના કર્મચારીઓ અને ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના કે.પી. અંતાણી સહિતના નવ જેટલાઆગેવાનોએ ખાનગીકરણનો વિરોધ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ ત્રાંટકી હતી. અને મંજુરી મેળવ્યા વગર વિરોધ પ્રદર્શન કરનારા યુનિયનના નવ આગેવાનોની અટકાયત કરી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે બેન્કના યુનિયન નેતાઓ દ્વારા વિરોધ કરવા અંગે કોઈપણ પ્રકારની મંજુરી માંગી ન હતી. તેમજ તંત્ર દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી હોય નહીં અટકાયતી પગલા લેવાયા છે.
બેંક કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અગાઉ એક પણ બનાવમાં ધરણા-પ્રદર્શનમાં માથાકુટ કે અજુગતુના બનાવો બન્યા નથી. છતા પણ પોલીસે અતિરેક રાખીને
બેંક કર્મચારીઓની અટકાયત કરવામાં આવતા રોષ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ